દ્વારકા : રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકાધીશની ધજાનું મુખ્યમંત્રી રૂપાણી આજે પુજન કર્યું છે અને શીખર પર મુખ્યમંત્રી રૂપાણીએ ધજા ચડાવી છે.
મળતી માહિતી પ્રમાણે વિજય રુપાણી તથા તેમના પરીવાર દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજાજીનુ પુજન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધી મુજબ કરવામા આવ્યું છે. થોડા દિવસ પહેલા દ્વારકાધીશ મંદિર ઉપર વીજળી પડી હતી અને ધ્વજા ડેમેજ થઈ હતી.
રૂપાણીએ જણાવ્યું હતું કે, મારા મનમાં હતું કે ધજા ચડાવી છે. દ્વારકાધીશ દર્શન કરવા માટેને ખાસ ધ્વજા ચડાવવા માટે આવ્યો છું.
રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ આજે દ્વારકાક્ષેત્રની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ જણાવેલ હતું કે શિવરાજપૂર બીચ પર પ્રથમ તબ્બકામાં રૂ.૨૦ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોનું નિરિક્ષણ કર્યું હતું આ તકે તેમણે પત્રકોરોને જણાવ્યું હતું કે શિવરાજપૂર બીચ ગોવાને ટકકર મારશે અને તેના વધુ વિકાસકામો માટે રૂ.૮૦ કરોડનું ટેન્ડર બહાર પાડવામા આવ્યું છે અને આ કામો આગામી ઓગષ્ટ માસથી શરૂ થઈ જશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયો, જંગલ, પહાડો, પવિત્ર દેવસ્થાનો, રણ આ બધાનો વિકાસ કરી ટુરીઝમ ક્ષેત્રમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ. ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે. કેન્દ્ર અને રાજયની સરકાર દ્વારા લોકોને બીચ પર ન્હાવાનો લ્હાવો મળે તેવો એક બીચ ડેવલપ થાય તે માટે દ્વારકાધામમાં દર્શન કરવા લાખો લોકો આવતા હોય તીર્થક્ષેત્રની નજીકમાં આવેલ શિવરાજપૂર બીચને ડેવલપમેન્ટનો મહત્વાકાંશી પ્રોજેકેટ પર વિકાસના કામો અવિરતપણે ચાલી રહ્યા છે.
હાલમાં જ શિવરાજપૂર બીચને બ્લુ ફલેગનું આંતરરાષ્ટ્રીય બીરૂદ મળ્યું છે. ત્યારે લોકો આનંદ લઈ શકે તે માટે રાજય રસકારે બીચને વિકસાવવાનું કામ પ્રથમ તબ્બકે પ્રવાસન સુવિધા વિકસાવવાના હેતુથી ૨૦ કરોડના વિકાસકામે ચાલી રહ્યા છે. જયારે બીજા તબ્બકે ૮૦ કરોડના વિકાસના કામોનું ટેન્ડર બહાર પડી ગયું છે. ૧૫ ઓગસ્ટ પહેલા કામો શરૂ થઈ જશે. શિવરાજપૂર બીચ ખાતે વોક થ્રુ ચેન્ઝ રૂમ,ટોઈલેટ બ્લોક,વોચ ટાવર,રીફ્રેશમેન્ટ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે, સાથે સાથે માહિતી મળે તે હેતુંથી એન્ટ્રન્સ પ્લાઝા વિકસાવવામા આવશે.
Other News : રાજ્યમાં બીજા વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળા નહીં યોજાય : સીએમ રૂપાણીની જાહેરાત