આણંદ : છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમીને લઈ લોકો હેરાન-પરેશાન થયા હતા, ત્યારે હવે સમગ્ર ચરોતરમાં પ્રી-મોન્સુન એક્ટીવીટીને કારણે હવામાનમાં પલ્ટો આવવા પામ્યો છે અને ગરમીમાથી મોટી રાહત મળી જવા પામી છે.
આજે મહત્તમ તાપમાનનો પારો ઘટીને ૩૯ ડીગ્રીએ પહોંચી જવા પામ્યો છે. ૨૦ થી ૩૦ કીમીની ઝડપે ધુળની ડમરીઓ ઉડાડતા પવનો ફુંકાઈ રહ્યા છે જેને લઈને શહેરીજનો ખાસ કરીને ટુ વ્હીલરના ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે જેને લઈને ધરતીપુત્રોએ ડાંગર સહિતના ચોમાસુ પાકોની વાવણીનું કાર્ય આરંભવાની તજવીજ હાથ ધરી છે
મળતી વિગતો અનુસાર આજે સવારથી જ આકાશ વાદળછાયુ થઈ જવા પામ્યું હતુ અને જાણે કે વરસાદ પડશે તેમ મનાઈ રહ્યું છે. ગઈકાલે જે મહત્તમ પારો ૪૦ ડીગ્રીની પાર હતો તે આજે ઘટને ૪૦ ડીગ્રીની નીચે આવી જવા પામ્યો છે. હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ૧૪ દિવસ સુધી મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીની નીચે જ રહેશે અને આ દરમ્યાન ૨૦ કીમીથી વધુની ઝડપે પવનો ફુંકાશે. જે રીતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેને લઈને આ વખતે ચોમાસુ વહેલુ બેસી જશે તેમ મનાઈ રહ્યું છે. ધરતીપુત્રોએ પણ વહેલા વરસાદની આશા વચ્ચે ખેતીકાર્યોની શરૂઆત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
Other News : એપીએલ-૨૨ : સહજાનંદ ટાઈગર્સને ૫૯ રને હરાવીને ચેમ્પીયન બનતું નારાયણ નાઈટ રાઈડર્સ