સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી મિનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસ-વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઉજાગર કરવાનો કેન્દ્ર-રાજય સરકારના સાંસ્કૃતિક વિભાગનો ઉપક્રમ
વડનગર : CM ભૂપેન્દ્ર પટેલ બુધવાર, તા.૧૮મી મે વર્લ્ડ મ્યુઝિયમ-ડે ના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી મિનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતીમાં કરાવશે.
મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે
આગામી બુધવાર, તા.૧૮ થી ર૦ મે-ર૦રર ના ત્રણ દિવસો દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગ મંત્રાલયના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું છે.
આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વડનગરના પુરાતન ઐતિહાસિક મહત્વ, સ્થાપત્ય વારસો, નગર રચના જેવી મહત્વપૂર્ણ બાબતોને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને વડનગરને ‘‘લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન’’ તરીકે વિકસીત કરવા માટેની વ્યૂહરચના અને આપસી વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે.
આ ત્રિદિવસીય કોન્ફરન્સના અન્ય આકર્ષણોમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આર્ટ ફેકટસ એક્ઝિબિશન, વડનગર ચાર્ટર ઓન હેરિટેજ ટુરિઝમ, ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ વડનગરના વિવિધ પહેલુઓ રજુ કરતા બનાવેલા સ્કેચ ચિત્રોની પ્રદર્શની ઉપરાંત કોન્ફરન્સના અંતિમ દિવસ એટલે કે તા.ર૦મી મે એ વડનગરના દર્શનીય સ્થાનોની પ્રત્યક્ષ મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Advocate Mukesh Danak – Mo. 72260 11144
Other News : ચરોતર સહિત ગુજરાતમાં પડતા ગોળા અંગે હાર્વર્ડના વૈજ્ઞાનિકે જુઓ શું કહ્યું : ચીની કનેક્શનની આશંકા છે