આણંદ : રાજકોટ સ્થિત તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લિ. નામની કંપની ખેતીને લગતા સાધનોનું ઉત્પાદન કરે છે. તેમાં કંપની સેક્રેટરી તરીકે ચલાપથી રાવુ ગુડ્ડે ફરજ બજાવે છે. તેઓ ફાઈનાન્સ કન્ટ્રોલર પણ છે.
ગત ૧૬મી નવેમ્બરે તેઓ એકાઉન્ટ વ્યવહાર ચેક કરતા હતા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું હતું કે તેમની કંપનીમાંથી રૂપિયા ૪.૩૬ કરોડનું ટ્રાન્ઝેકશન થયું હતું. તેમને શંકા જતા તેમણે ડાયરેકટર અશ્વીન જી. ગોહેલને જાણ કરી હતી. એટલે તેમણે રાજકોટ સ્થિત બેંક ઓફ બરોડાના રીજનલ મેનેજર જે. બી. રોડાને આ બાબતે વાત કરી હતી.
જેમાં તપાસમાં કંપનીનો ચેક નં. ૦૭૩૮૧૧ ૮ નવેમ્બર, ૨૦૨૧ થી ચેક બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ખાનપુર, તારાપુર સ્થિત આણંદમાં શ્રી દીનદયાલ ખાદી ગ્રામદ્યોગ ટ્રસ્ટના નામે જમા થયો છે. હકીકતમાં કંપની દ્વારા ખાનપુરના દીન દયાલ ખાદી ગ્રામદ્યોગ ટ્રસ્ટ સાથે આવો કોઈ વ્યવહાર થયો નહોતો. એટલે તેમણે તરત જ રીઝનલ મેનેજરને તેમના એકાઉન્ટમાંથી થયેલા ડેબિટ પેમેન્ટ પાછું મેળવવા વિનંતી કરી એટલે તેમણે આ રકમનું પેમેન્ટ ફ્રીઝ કરાવી દીધું હતું.
દરમિયાન કંપનીએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, આ નંબરનો ચેક ઝાલા જયદીપસિંહ જટુભાઈએ તેમને આપ્યો હતો. જે ઓરીજીનલ કેન્સલ ચેક તેમની ઓફિસમાં જ હતો. એટલે તેમણે ખ્યાલ આવ્યો હતો આ ચેકથી ખોટું ટ્રાન્ઝેકશન થયું હતું.
એટલે તેમણે તરત જ તારાપુર તાલુકાના ખાનપુર ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના શાખા મેનેજર ડી. આર. રાવલનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને આ બાબતે જાણ થઈ હતી
આ ચેક દીનદયાલ ખાદી ગ્રામદ્યોગ ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદભાઈ શંકરભાઈ પટેલે ડિપોઝીટ કરાવ્યો હોવાની જાણ થઈ હતી. કંપનીને અસલી કેન્સલ ચેક તેમની પાસે હોવાની જાણ થતાં અને ટ્રસ્ટના પ્રમુખ કંપનીનો ડુપ્લીકેટ ચેક બનાવી બનાવટી સહી કરી હોવાની જાણ થતાં ચલાપથી રાવે આ મામલે તારાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
Other News : ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને કાશ્મીરથી મારી નાખવાની ધમકી આપવામાં આવી