આણંદના સારસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે
આણંદ : ગ્રામપંચાયતોના ચુંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
ત્યારે મળતી માહિતી અનુસાર, આણંદના સારસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે જેને લઈ ચકચાર મચી છે. સરપંચ પદના ઉમેદવાર વિમલ પટેલે હરીફ ઉમેદવાર કિરીટ પટેલ ઉપર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ કરી છે. ઘરે ઘરે ચવાણું વહેંચતા હોવાની માહિતીને લઈ હરીફ ઉમેદવાર દ્વારા ચૂંટણી નોડલ અધિકારીને કાયદેસરની ફરિયાદ થતા રાજકીય આલમમાં પણ અફડાતફડી મચી છે. નોડલ અધિકારી દ્વારા આ અંગે સારસા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ મતદારોને લોભામણી ભેટ આપી મતના સોદા કરતા સોદાગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
Other News : ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજય પ્રાપ્ત કરવા ઉમેદવારો દ્વારા સોશિયલ મિડીયામાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો