અમદાવાદ : આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પક્ષો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે.
રાજ્યમાં વધતી જતી મોંઘવારી અને ડ્રગ્સના મુદ્દાને લઈ કોંગ્રેસ (congress) હવે મેદાનમાં આવી છે
કોંગ્રેસ (congress) પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે બંધનું એલાન કરતા જણાવેલ છે કે, આગામી ૧૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન કરાયું છે, અને સવારે ૮થી ૧૦ વાગ્યા સુધી વેપારીઓને બંધ પાળવા માટે અપીલ કરવામાં આવશે તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ (congress) સમિતિ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વધુમાં આગામી પ સપ્ટેમ્બરે કોંગ્રેસ (congress) નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે બૂથ પ્રભારીઓને સંબોધશે અને મતદારોનો સીધો સંપર્ક કરશે.
Other News : હર ઘર તિરંગા લહેરાવ્યા બાદ તેને સન્માનજનક ઉતારી સરકારી કચેરીમાં જમા કરાવવા અપીલ