ન્યુ દિલ્હી : કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ (congrss president) કોણ હશે ? તેવી ચર્ચા થઈ રહી છે, ત્યારે આગામી ર૦ દિવસમાં કોંગ્રેસમાં અધ્યક્ષ પદ નક્કી થશે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (rahul gandhi) એ ફરી એકવાર સ્પષ્ટ કરેલ છે કે, તેઓ ફરીવખત રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તૈયાર નથી, કોંગ્રેસ નેતાઓ આ માટે તૈયાર નથી, આવામાં નવી ફોર્મ્યુલા બનાવાઈ રહી છે, ટુંક સમયમાં સામે આવશે તેવી શક્યતા છે.
હાલમાં આગામી વર્ષો માટે સોનિયા ગાંધી (soniya gandhi) જ રાષ્ટ્રીય અધ્યક્ષ હશે
તેમની નીચે બે કાર્યકારી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે, હવે તે ગાંધી પરિવારમાંથી કે બહારના હશે તે નક્કી થશે તેવી ચર્ચા વહેતી થઈ છે.
નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક સમારંભમાં વાત કરી હતી કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતજીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે, કારણ કે તેઓ વર્ષોથી પાર્ટીમાં જોડાયેલ છે.
Other News : જામ્યો ચુંટણી માહોલ : PM મોદી, રાહુલ ગાંધી સહિત ત્રણેય પક્ષના દિગ્ગજો ગુજરાતમાં આ સપ્તાહે આવશે, જુઓ કાર્યક્રમો