લંડન : ઇંગ્લેન્ડની વિરુદ્ધ શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાના ૨ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે
આ ત્યારે થયું છે જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદથી જ ટીમ ઇન્ડિયા બ્રેક પર છે. જે ૨ પ્લેયર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક રિકવર પણ થઈ ગયો છે, જ્યારે બીજા ખેલાડીનો જલદી ટેસ્ટ કરાવવામાં આવશે. બંને ખેલાડીઓને ઠંડી લાગવી અને ખાંસી જેવા હળવા લક્ષણો જોવા મળ્યા હતા.
અત્યારે બંનેની સ્થિતિ કાબૂમાં છે. પોઝિટિવ આવ્યા બાદ એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બીજા પ્લેયરનો ટેસ્ટ ૧૮ જુલાઈના કરવામાં આવશે. ૧૮ જુલાઈના આઇસોલેશનમાં પ્લેયરનો દશમો દિવસ હશે. રવિવારના બીજા ખેલાડીનો ટેસ્ટ થશે. નેગેટિવ આવવા પર જલદી તે ખેલાડી પણ ટીમના કેમ્પ સાથે સામેલ થશે. જો ટીમના પ્લાનની વાત કરીએ તો તમામ ખેલાડીઓ લંડનમાં ભેગા થઈ ગયા છે, તમામ હવે ડરહમ જશે.
ફક્ત જે ખેલાડી પોઝિટિવ છે, તેઓ નહીં જાય. બબલમાં સામેલ થતા પહેલા તમામ ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે ખેલાડીઓએ ૩-૪ દિવસ પહેલા જ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
બીસીસીઆઈ તરફથી ચિઠ્ઠીમાં ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓ વિમ્બલડન અને યુરો જોવા ના જાય. ઇંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલા આ ચિંતાનો વિષય બની શકે છે. જો કે અત્યારે ખેલાડીઓ ઠીક છે, નિયમોનું પાલન કરી રહ્યા છે અને રેગ્યુલર તમામનો ટેસ્ટ કરવામાં આવવાનો છે.
Other News : પીવી સિંધૂએ આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ, તસવીર વાયરલ