નવીદિલ્હી : કોરોનામાં લોકોની આ ચિંતાને સરકારે દુર કરી દીધી છે. સામાન્ય લોકોને રાહત આપતા IRDAIએ કહ્યું કે કોવિડના સારવાર પર થતો ખર્ચ કવર કરનારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓમાં ઓમિક્રોનના કારણે થતાં સંક્રમણની સારવારનો ખર્ચ પણ સામેલ થશે.
ઈરડાએ કહ્યું જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરની તમામ કંપનીઓ તરફથી ઈશ્યુ કરવામાં આવેલી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઓ જે કોરોનાની સારવારથી જોડાયેલા ખર્ચને કવર કરે છે, તે કોરોના વાઈરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા લોકોની સારવારનો ખર્ચ પણ કવર કરશે.
ઈરડાએ દેશમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન કેસોને જોતા જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને નિર્દેશ આપતા કહ્યું કે તે પોતાના તમામ નેટવર્ક પ્રોવાઈડર અને હોસ્પિટલો સાથે અસરકારક સંકલન સિસ્ટમ બનાવો. હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં પોલિસીધારક માટે કેશલેસ પેમેન્ટ સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઈરડાએ એપ્રિલ ૨૦૨૦માં પણ કોવિડની પ્રથમ લહેર દરમિયાન હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉઠાવનારી તમામ વીમા કંપનીઓને કોવિડ ૧૯ની સારવારથી જોડાયેલા ખર્ચને ઉઠાવવા માટે કહ્યું હતું.
દેશમાં આજે એટલે કે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોનાના ૩૭,૩૭૯ નવા કેસ સામે આવ્યા. જ્યારે ૧૧,૦૦૭ દર્દી રિક્વર થયા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪ દર્દીઓના મોત થયા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૧,૭૧,૮૩૦ સુધી પહોંચી ગઈ છે.દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ૧,૮૦૦ને પાર થઈ ગયો છે.
દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ૧,૮૯૨ થઈ ગઈ છે
ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું ઓમિક્રોન સંક્રમણની સારવારમાં થતો ખર્ચ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી હેઠળ કવર થશે કે નહીં?
Other News : મુંબઈમાં જે દિવસે ૨૦ હજારથી વધુ કેસ નોંધાશે તે દિવસથી લોકડાઉન : મનપા કમિશ્નરની ચેતવણી