Charotar Sandesh
સ્પોર્ટ્સ

Cricket : વિરાટ કોહલી નહોતો ઈચ્છતો કે, રોહિત શર્મા વાઈસ કેપ્ટન રહે

વાઈસ કેપ્ટનશિપ નવા ખેલાડીઓ

નવી દિલ્હી : વિરાટે રોહિતની વયનુ કારણ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે, રોહિત હવે ૩૪ વર્ષનો થઈ ગયો છે અને આ સંજોગોમાં વાઈસ કેપ્ટનશિપ નવા ખેલાડીઓને આપવાની જરૂર છે. પસંદગીકારો સાથે વાતચીતમાં કોહલીએ રાહુલ અને પંત જેવા ખેલાડીઓના નામ વાઈસ કેપ્ટનશિપ માટે સૂચવ્યા હતા.

જોકે ક્રિકેટ બોર્ડને આ પ્રસ્તાવ પસંદ આવ્યો નહોતો.બોર્ડનુ માનવુ હતુ કે વિરાટ કોહલી પોતાના ઉત્તરાધિકારીને ઈચ્છતો નથી. આ પહેલા પણ વિરાટ અને રોહિત વચ્ચે ૨૦૧૯ના વર્લ્‌ડકપ વખતે અને તે પહેલા વિવાદ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

તે વખતે કહેવાયુ હતુ કે, વિરાટ અને રોહિત એક બીજા સાથે વાતચીત કરતા નથી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે પણ એવુ કહેવાયુ હતુ કે, વિરાટ કોહલી રોહિત શર્માને ઈચ્છતો નથી. જોકે રોહિતે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી હતી.વિરાટ કોહલીએ ટી-૨૦ ફોર્મેટની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી છે અને તે પછી અટકળોનુ બજાર ગરમ છે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, વિરાટ કોહલી વાઈસ કેપ્ટનપદેથી રોહિત શર્માને હટાવવા માંગતો હતો અને તેણે આ માટે પસંદગીકારો સાથે પણ વાત કરી હતી.

Other News : રોહિત શર્મા નહીં રાહુલને ભાવિ કેપ્ટન તરીકે લાવી શકાય : સુનિલ ગાવસ્કર

Related posts

મર્યાદીત ઓવરના ક્રિકેટ પર છે પૂરો ભરોસો, હાલ ટેસ્ટ ક્રિકેટ રમવું થોડું છે મુશ્કેલ…

Charotar Sandesh

પિતાના કેન્સરના નિદાનના કારણે સ્ટોક આઇપીએલમાંથી ખસી જાય તેવી શક્યતા…

Charotar Sandesh

આઇપીએલ-૨૦૨૦ : જાણો કઇ ટીમમાં ક્યા-કયા ખેલાડી સામેલ…

Charotar Sandesh