Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાતમાં ‘શાહીન’ વાવાઝોડાનું સંકટ : ૩ દિવસ ભારે વરસાદની આગાહી

‘શાહીન’ વાવાઝોડા

ગાંધીનગર : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જેથી માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ૨૦ જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.

આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. ‘ગુલાબ’ વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું અને હવે અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. જો કે ગુલાબ નબળું પડતા જ ગુજરાત પર હવે શાહિન વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. ૩૦ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે

હાલ ડિપ ડિપ્રેશન છે, જે ૬ કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી ૩ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૦ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,૧૩૮ પંચાયતના માર્ગો મળીને કુલ ૧૪૨ રસ્તાઓ બંધ થયાં છે.

Other News : કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં વધારો : જળાશય ૯૮.૭૧ ટકા ભરાયું

Related posts

બેન્કે ભૂલથી યુવકના ખાતામાં જમા કર્યા હજારો કરોડ રૂપિયા : યુવકે શેરબજારમાં રોકાણ કરી લાખોની કમાણી

Charotar Sandesh

Election : આજે કતલની રાત : મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

Charotar Sandesh

૧૮ જૂને હીરાબાના ૧૦૦માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં દિવાળી જેવો માહોલ : ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Charotar Sandesh