ન્યુ દિલ્હી : કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ (CWG 2022) માં કુશ્તીમાં ભારતને સતત બીજો ગોલ્ડ મળ્યો છે, જેમાં બાહુબલી બજરંગ બાદ સાક્ષિ મલેકે ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, સાક્ષી મલિકે 62 KG ફ્રીસ્ટાઈલની અંતિમ પડાવમાં કેનેડાની ગોડિનેઝ ગોંજાલેઝને હરાવી જીત મેળવી છે. આ અગાઉ સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ 65 KG ફ્રીસ્ટાઈલની ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
બીજી તરફ બેડમિંટનમાં કિદાંબી શ્રીકાંતે જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે
આ પહેલા પણ અંશુ મલિકે મહિલાઓની 57 KG ની વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતેલ હતો, જેમાં ગોલ્ડ મેડલ નાઈઝીરિયાની ઓડ્ડુનાયો અદેકુઆરોયે પ્રાપ્ત કરેલ. તેને ફાઈનલમાં અંશુને ૭-૩થી હરાવેલ. આ પહેલાં પણ અંશુએ સેમીફાઈનલમાં શ્રીલંકાની નેથમી પોરુથોટાગેને ૧ મિનિટ ૪ સેકન્ડમાં ૧૦-૦થી હરાવેલ, તો ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ઈરેન સિમોનોડિસને ૬૪ સેકન્ડમાં હરાવીને તે સેમીફાઈનલમાં પહોંચેલ હતી.
બીજી તરફ બેડમિંટનમાં કિદાંબી શ્રીકાંતે જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે, ત્યારે ટેબલ ટેનિસમાં શરથ કમલ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો છે. હવે આ ખેલાડીઓ પણ ભારતનું નામ રોશન કરી ગોલ્ડ જીતશે તેમ લાગી રહ્યું છે.
Other News : પાલિકાની બેદરકારીથી સાયકલ લઈને સ્કુલેથી ઘરે જતી ૧૪ વર્ષિય કિશોરી ખુલ્લી ગટરમાં ખાબકી : મોત નિપજ્યું