Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

મોરબીમાં હાલ મૃત્યુઆંક ૯૧થી વધુ થયો, અનેક ઈજાગ્રસ્ત : ગોઝારો અકસ્માતનો વિડીયો આવ્યો સામે, જુઓ

ઝૂલતો પુલ તૂટવાની

મોરબીમાં હોનારતને લઈ દેશભરમાં ચકચાર મચી જવા પામી છે, મંત્રીઓ સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
મોરબી (morbi)ના મચ્છુ નદી ઉપરથી પસાર થતો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના આવતાં દેશભરમાં ચકચાર મચી છે, ત્યારે પીએમ મોદી સહિતના નેતાઓએ ટ્‌વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનામાં ૪૦૦ જેટલા લોકો પાણીમાં ડૂબ્યા છે, હાલ મૃત્યુઆંક ૯૧થી વધ્યો હોવાની માહિતી મળી રહી છે.

અનેક ઈજાગ્રસ્તોને સારવારઅર્થે સિવીલ સહિતની હોસ્પીટલોમાં ખસેડાયા છે, જ્યાં પરીવારજનોની ચીચીયારી સંભળાઈ રહી છે

કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી ૭ ફાયર બ્રિગેડની અને ૧ SDRFની ટીમો રવાના કરાઈ છે, ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરવામાં આવી છે.

આ સાથે તંત્રએ કંન્ટ્રોલરૂમ તથા હેલ્પ લાઇન નંબર ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ જાહેર કરેલ છે, બીજી તરફ કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને ૨-૨ લાખની સહાય અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવેલ છે.

Other News : મોરબીમાં હોનારત : ઝૂલતો પુલ તૂટતાં ૭૦થી વધુ લોકોના મૃત્યુ : ઘણા લોકો લાપતા, તપાસ હાલ ચાલુ

Related posts

પાલિકા અને પંચાયતોમાં પ્રચાર પડઘમ થયો શાંત : ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાને…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Charotar Sandesh

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો…

Charotar Sandesh