Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ત્રીજી લહેરના ભય વચ્ચે ભાદરવી પૂનમની ઉજવણી થશે કે કેમ તે અંગે ભક્તો ચિંતીત

ભાદરવી પૂનમની ઉજવણી

પાટણ : પાટણ સહિત જિલ્લામાંથી ૬૧ પગપાળા સંઘો મૈયાના દર્શનાર્થે જતા હતા. જોકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રદ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. માઇભકતો હાલ પોતાની અનુકુળતાએ અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.

આજે શુક્રવારે પાટણ શહેરના દ્વારકેશ મિત્ર મંડળ સંઘ માતાજીના રથ સાથે ૩૦ જેટલા પદયાત્રીઓ પગપાળા સંઘે મૈયાના જ્યધોષ સાથે અંબાજી યાત્રાધામ ખાતે પ્રસ્થાન કર્યું હતું. આમ આગામી ભાદરવી પૂનમના મેળા પૂર્વે હજારો શ્રધ્ધાળુ, માઇભકતો અને પગપાળા સંઘો ધીમા પગલે અંબાના ધામે જઈ રહ્યા છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શકિતપીઠ ખાતે છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણની પરિસ્થિતિને પગલે સાત દિવસીય મીનીકુંભ મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો

જોકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રધ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. ત્યારે ચાલું વર્ષે પાટણ પંથકમાંથી એકલ-દોકલ પગપાળા સંઘો મૈયાના ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. ભારત વર્ષનાં ૫૧ શકિતપીઠોમાં જેની ગણના થાય છે, એવા અરવલ્લીની ગીરીકંદરાઓમાં બીરાજમાન આદ્યશકિતના ધામ સાથે કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. પ્રતિવર્ષે ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી યાત્રાધામ અંબાજી ખાતે મીની મહાકુંભ મેળો યોજાય છે.

જ્યાં સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ અને પગપાળા યાત્રા સંઘો મૈયાના જ્ય ધોષ સાથે માના આશીર્વાદ મેળવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ છેલ્લા બે વર્ષથી અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જોકે, માઇભકતોની આસ્થા આજેપણ અકબંધ જોવા મળી રહી છે. હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિ થાળે પડતા પાટણ સહિત આસપાસના પંથકમાંથી શ્રધ્ધાળુ, માઇભક્તો મૈયાને શીશ નમાવા પગપાળા અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.

Other News : ભારતમાં આજે આતંકવાદ નથી એ વડાપ્રધાન મોદીને આભારી : રક્ષા મંત્રી રાજનાથસિંહ

Related posts

રાજ્યમાં જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ…

Charotar Sandesh

૭૭૫ કેસ શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવાયા : વિજય નેહરા

Charotar Sandesh

ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ શરૂ, સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા…

Charotar Sandesh