અમદાવાદમાં હેલિકોપ્ટર દ્વારા સુરક્ષા સાથે રથયાત્રા (rathyatra) પર ફુલોનો વરસાદ કરાયો
અમદાવાદ : આજે ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા (rathyatra) જગતનાથ નગરચર્યાએ નીકળેલ હતા, ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ૩.૫૦ વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે ૩ઃ૫૫ વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.
વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
CM ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રજા સુખની કામના સાથે પરોઢ પહેલા મંદિર પહોચેલ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્રારા કોમી ભાઈચારાવાળી આ રથયાત્રામાં ૨૫ હજાર પોલીસના બંદોબસ્ત સાથેની આ રથયાત્રા (rathyatra) માટે સહુ પ્રથમ વખત ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવેલ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવારણીથી રથસાફ કર્યાબાદ અર્થાત્ પહિંદ વિધિ બાદ લોખંડી પોલિસ બંદોબસ્ત ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી સાથે ભક્તોને દર્શન દેવા આજે અષાઢી બીજનાં પાવન પ્રસંગે નગર ચાઁએ નીકળ્યા ત્યારે ભકિતના ઘોડા પુર ઉમટયા હતા.
૧ હજાર ખલાસીઓ દ્વારા રથ ચલાવાયો હતો : ગૃહમંત્રી અમિત શાહ મંગલા આરતીમાં જોડાયા હતા
ભગવાન જગન્નાથજીની ૧૪૫મો રથયાત્રા (rathyatra) કોરોના મહામારી ને કારણે ભકતો સાથે પ્રથમવાર નીકળી હોવાથી સમગ્ર ભકતો દર્શનની ઝલક માટે આતુર બન્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કર્યા બાદ શણગારેલ ગજરાજો, ભકતીના સુરો લાવતી ભજન મંડળીઓ, સાંસ્કતિક દર્શન સાથે ગુજરાત પોલીસની સિદ્ધિ દર્શાવતા ટેબ્લો પણ નજરે ચઢી રહ્યા હતા.
Other News : અમદાવાદ : રથયાત્રા શાહપુર ખાતે પહોંચતા કેબિનની છત તુટી પડતાં બાળકો સહિત ૨૦થી વધુ પડ્યા, જુઓ