મુંબઇ : પ્રભાસ હોલીવૂડની ફિલ્મની ઓફર સ્વીકારશે તો તેની સફળતામાં વધુ એક પીછું ઉમેરાશે. અભિનેતા પ્રભાસ ફક્ત સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલીવૂડમાં પણ લોકપ્રિય થઇ ગયો છે. બાહુબલી ફિલ્મની સફળતા પછી તે એક અખિલ ભારતીય સ્ટાર બની ગયો છે.
હવે લાગે છે કે પ્રભાસ પોતાને આનાથી પણ વધુ ઊંચા સ્તરે લઇ જવા માંગે છે
કહેવાય છે કે, તે હવે હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાનો છે. તેને હોલીવૂડની એક હોરર ફિલ્મ માટે ઓફર આપવામાં આવી છે. મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, પ્રભાસને હોલીવૂડની એક હોરર ફિલ્મ માટે ટોચના પ્રોડકશનહાઉસે સંપર્ક કર્યો છે. તેને આ ફિલ્મની પટકથા મોકલવામાં આવી છે. જો પ્રભાસને આ સ્ક્રિપ્ટ પસંદ આવશે તો ચર્ચા આગળ વધે તેવી શક્યતા છે.
પ્રભાસ હાલ પોતાની આવનારી ફિલ્મોમાં વ્યસ્ત છે. તેની પાસે પૂજા હેગડે સાથેની રાધેશ્યામ ફિલ્મ છે. ઉપરાંત તે કૃતિ સેનોન, સૈફ અલી ખાન અને સની સિંહ સાથે આદિ પુરુષમાં પણ જોવા મળવાનો છે. તેમજ તેની પાસે અન્ય ફિલ્મો પણ છે.
Other News : અમિતાભ બચ્ચને મોનોલોગ બોલીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો