સૌથી વધુ ખંભાત શહેરમાં ૧૯૪ ગણેશ પંડાલની મંજૂરી અપાઈ
આણંદ : જિલ્લામાં કુલ ૧૨૨૬ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરીને મહોત્સવની આજથી જ ઉજવણી શરૂ થઈ જવા પામી છે. જિલ્લામાં સૌથી વધુ ખંભાત શહેરમાં ૧૯૪ સ્થળોએ શ્રીજીની સ્થાપના કરાઈ હોવાનું જાણવા મળેલ છે.
જિલ્લાના ગામ-શહેરોમાં ગણપતિ બાપા મોરયાના નાદ સાથે ઠેર ઠેર શેરી, પંડાલોમાં ગણેશદાદાની પૂજા-અર્ચના સાથે સ્થાપના કરવામાં આવી હતી. ૧૯ સપ્ટે.સુધી ગણેશ મહોત્સવની ઉજવણીમાં દાદાની પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો કરાશે. રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપતાં જ આણંદ જિલ્લાના શહેરો તેમજ ગામડાઓમાં ફળિયા, સોસાયટીના નાકાઓ પર તેમજ જાહેર સ્થળોએ પંડાલો બાંધીને ભગવાન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે.આજે સવારે સ્થાપન સાથે જ પુજા-અર્ચના શરૂ કરી દેવામાં આવી છે. આણંદ શહેરમાં વિવિધ યુવક મંડળો દ્વારા દર વર્ષે જુદી-જુદી થીમો ઉપર ભગવાન ગણપતિદાદાની સ્થાપના કરીને દશ દિવસ સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. જેને લઈને રાત્રી દરમ્યાન રોશનીની ઝળાહળ વચ્ચે મોડી રાત સુધી ભક્તો ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. પરંતુ આ વખતે અગાઉના વર્ષોની જેમ ઝાકમઝોળ દેખાતુ નથી.
વિદ્યાનગર રોડ અને શહેરમાં કેટલાક યુવક મંડળો દ્વારા કેટલીક નવી થીમ ઉપર ગણપતિદાદાની સ્થાપના કરી છે. વિદ્યાનગરમાં સાત દિવસની ઉજવણી બાદ અને આણંદ શહેરમાં દશ દિવસની ઉજવણી બાદ ગણપતિ દાદાની ભવ્ય વિસર્જન યાત્રાઓ યોજાતી હતી અને તેમાં વિવિધ યુવક મંડળો જોડાતા હતા. વિસર્જન યાત્રાને લઈને વાતાવરણ ભક્તિમય બની જવા પામતુ હતું. પરંતુ આ વખતે જાહેર વિસર્જન યાત્રાને મંજુરી આપવામાં આવી નથી.
Other News : બ્રેકિંગ : ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું : જાણો વિગત