Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ભાલેજના બિનપરવાનેદાર તવક્કલ કિરાણા સ્ટોરમાંથી મુદ્દામાલ સીઝ કરતા જિલ્લા પુરવઠા અધિકારી

વાજબી ભાવની દુકાનો

આણંદ : રાજય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને સમયસર અનાજ મળી રહે તે માટે સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો મારફતે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારના આવા અનાજની કાળાબજારી અટકે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સઘન ચેકીંગ હાથ ધરી આવા સરકારી અનાજની હેરફેર કરનાર તત્વોને ઝડપી લઇ તેઓની વિરૂધ્ધ કાયદેસરના પગલાં ભરવા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી (anand collector manoj dakshini) એ સૂચના આપી હતી.

જિલ્લા કલેકટર શ્રી દક્ષિણીની આ સુચનાનુસાર આજે જિલ્લા પુરવઠા કચેરી, આણંદના પુરવઠા નિરીક્ષકશ્રીઓ તથા તેમની ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે આવેલ તવક્કલ કિરાણા સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમીયાન દુકાનમાંથી સરકારશ્રીનો સબસીડી યુકત ભાલેજ ખાતે આવેલ આ બિનપરવાનેદાર તવક્કલ સ્ટોરની તપાસ દરમિયાન આ કિરાણાની દુકાનમાંથી ૧૮ કટ્ટા ચોખાના તથા ૦૪ કટ્ટા ઘઉંના મળી આવ્યા હતા.

ચોખા-ઘઉંના કટ્ટાની કિરાણા સ્ટોરના માલિક દ્વારા હાજર સ્ટોકની ખરીદી કયાંથી કરવામાં આવી છે તે બાબતે સંતોષજનક જવાબ આપી શકયા નહોતા

દુકાનમાંથી મળી આવેલ આ ચોખાના કટ્ટા નંગ-૧૮ તથા ઘઉંના કટ્ટા નંગ-૦૪ સરકારશ્રી દ્વારા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવતાં આ અંગે વધુ તપાસ અર્થે ૧૮ કટ્ટા ચોખાના તથા ૦૪ કટ્ટા ઘઉંના મળી કુલ-૨૨ કટ્ટા કે જેનું વજન ૧૧૩૫ કિલોગ્રામ અને તેની રકમ રૂા. ૧૮,૪૯૨/- થાય છે તે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે. વધુમાં જિલ્લા પુરવઠા અધિકારીએ આ બાબતે કસુરવાર સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

Other News : પરમ પૂજ્ય મહંતસ્વામીના પ્રત્યક્ષ સાનિધ્યમાં આણંદ BAPS અક્ષરફાર્મ ખાતે અભૂતપૂર્વ અને વિરાટ યુવાદિન ઉજવાયો

Related posts

આણંદ : પૂર્વ સરપંચે રસ્તો બંધ કરતા ૧૦૮ સમયસર ન પહોંચી, વૃદ્ધાનું મોત…

Charotar Sandesh

આણંદના દિનદયાલ ખાદી ગ્રામઉદ્યોગના પ્રમુખે ૪ કરોડથી વધુની ઠગાઈ કરતાં ફરિયાદ નોંધાઈ

Charotar Sandesh

આણંદની સબજેલમાંથી પોસ્કોના કેદી ફરાર પ્રકરણમાં એએસઆઈ સહિત ૪ પોલીસ જવાનો સસ્પેન્ડ કરાયા

Charotar Sandesh