ગાંધીનગર : કોરોના મહામારીના કારણે લગ્ન કે અન્ય પ્રસંગો માટે સંગીત તેમજ ડી.જે. મ્યુઝીક બેન્ડ અને અન્ય સંસ્કૃતિક કાર્યક્રમો ઉપર પાબંધી લગાડવામાં આવી હતી. જોકે રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં ગરબા સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાય તે માટેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ગણેશ ઉત્સવ નવરાત્રી સહિત અન્ય સામાજિક પ્રસંગોમાં ગીત-સંગીત તેમજ ડીજે ઉપર સરકાર દ્વારા પાબંદી લગાડવામાં આવી હતી. જોકે હવે ગુજરાતમાં કોરોનાના કેસ નહિવત રહ્યા છે. ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા. અગાઉ લોકડાઉન દરમિયાન આ તમામવ્યવસાયોને મોટો ફટકો પડ્યો હતો.
હવે પ્રથમવખત છૂટ મળતા તમામપ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ ગઈ છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી રાજ્યમાં કોરોના મહામારીના કારણે લગ્ન ઉત્સવ તેમજ ધાર્મિક પ્રસંગોમાં ડી.જે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહીં આ ક્ષેત્ર સાથે જોડાયેલા અસંખ્ય ગાયક કલાકારો રીધમ આર્ટિસ્ટો તેમજ ડીજે સાઉન્ડ સંચાલકો ને પણ આર્થિક મહામારીનો ભોગ બનવું પડ્યું હતું.
પરિણામે આ હકીકતોની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ પહોંચતા સરકાર દ્વારા હવે ગરબા ઉપરાંત ગીત સંગીતના વિવિધ કાર્યક્રમો માટે છુટછાટ અપાશે. પરિણામે આવી રહેલા ગણેશ ઉત્સવ, નવરાત્રી ના શેરી ગરબા સાથે ગામડાઓમાં દિવાળી સુધી થતાં ફૂલો ના ગરબા કાર્યક્રમો આયોજીત કરવામાં આવી શકે તેમ છે.
Other News : શિક્ષકોના વિરોધ સામે ઝૂકી સરકાર : ૮ કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર કરવો પડ્યો રદ્દ