ન્યુ દિલ્હી : શાળાઓ બે વર્ષથી બંધ છે જેને કારણે બાળકોના ફિઝિકલ ગ્રોથ અટકી ગયો છે. શાળાઓ વહેલી તકે શરૂ કરી દેવી જોઇએ. રણદીપ ગુલેરીયાએ કહ્યું હતું કે કોરોનાના અલગ અલગ વેરીઅંટ્સ જોવા મળી રહ્યા છે. મુખ્ય રૂપે જે વેરીઅંટ અત્યારે છે તે ડેલ્ટા છે, ઉપરાંત ડેલ્ટા પ્લસ છે. કેટલીક જગ્યા પર C-૧,૨ જેવા મ્યૂટન્ટ મળ્યા છે. જો કે તેના હજુ સુધી કોઇ ડેટા ઉપલબ્ધ નથી કે તેની પરથી ખબર પડે કે આ વેરીઅંટ ગંભીર સંક્રામક છે કે નથી.
ગુલેરીયાએ કહ્યું કે વેક્સીનને કારણે લોકોને ખાસ્સું પ્રોટેકશન મળી રહ્યું છે, લોકોના જીવ બચાવવા હોય તો ઓછામાં ઓછો એક ડોઝ તો આપવો જ પડશે. સાજા લોકોએ બુસ્ટર ડોઝની જરૂર પડે એવી કોઇ જાણકારી નથી. હમણા બુસ્ટર ડોઝ માટે રાહ જુઓ, ડેટા આવે પછી વિચાર કરીશું. ગુલેરીયાનું ઓવરઓલ કહેવું છે કે હજુ પણ સાવધાની રાખજો.
AIIMSના ડિરેકટર રણદીપ ગુલેરીયાએ શાળા ખોલવા વિશે જે વાત કરી છે તે વાલીઓ અને સરકારોએ સાંભળવા જેવી છે. ગુલેરીયાએ કહ્યું કે લગભગ છેલ્લાં બે વર્ષથી શાળાઓ સંપૂણ બંધ છે જેને કારણે બાળકોનો ફિઝિકલ ગ્રોથ અટકી ગયો છે. હવે સમય આવી ગયો છે કે શાળાઓ કોરોના પ્રોટોકોલના પુરા પાલન અને જાળવણી સાથે ખોલવામાં આવે. જો કે રણદીપ ગુલેરીયાએ લોકોને વિનંતી કરી છે કે તહેવારો આવી રહ્યા છે ત્યારે ઉજવણી પણ સાવધાની સાથે કરશો.
AIIMSના ડિરેકટર રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે આગામી સપ્તાહથી નવરાત્રીની શરૂઆત થવાની છે અને એ પછી એક મહિના સુધી તહેવારોની સિઝન છે.તેમણે લોકોને વિનંતી કરી છે કે સાવધાની રાખીને તહેવારોનો આનંદ માણજો, તહેવારોમાં પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઇઝ જેવા પ્રોટોકોલનું પાલન કરજો. આમ તો કેટલાંક રાજયોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી શાળાઓ ખોલવામાં આવી રહી છે.
Other News : Vaccination : ભારતમાં વેક્સિનેશન ૯૦ કરોડને પાર : મનસુખ માંડવિયા