Charotar Sandesh
ઈન્ડિયા

DRDOએ કોવિડ-૧૯ વિરોધી એન્ટીબોડી ચકાસણી માટેની કીટ વિકસાવી…

૭૫ રૂપિયાના ખર્ચે ૭૫ મિનિટમાં મળશે રિપોર્ટ…

આ કિટ જૂનના પહેલા અઠવાડિયાથી બજારમાં મળશે…

ન્યુ દિલ્હી : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ એન્ટિબોડી પરીક્ષણ માટે ડિપ્કોવેન કીટ બનાવી છે. ડીઆરડીઓના કહેવા મુજબ આ કીટમાં શરીરમાં સાર્સ-કોવી-૨ વાયરસ અને ફાઇટીંગ પ્રોટીન ન્યુક્લિયો કેપ્સિડ બંનેની હાજરીની જાણકારી મેળવી શકે છે. તે ૯૭%ની હાઇ સેન્સિટિવિટી અને ૯૯% ની સ્પેસિફિસિટી સાથે માત્ર ૭૫ રૂપિયાના ભાવે ૭૫ મિનિટમાં રિપોર્ટ પણ આપશે.
દિલ્હીની હોસ્પિટલોમાં આશરે ૧૦૦૦ દર્દીઓ પર પરીક્ષણ કર્યા પછી, તેને માર્કેટમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ કિટના ત્રણ બેચમાં હોસ્પિટલોમાં અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડ્ઢઇર્ડ્ઢં ની લેબ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી અને એલાયડ સાયન્સિસ લેબોરેટરીએ દિલ્હીની એક ખાનગી કંપની વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સના સહયોગથી આ કિટ તૈયાર કરવામાં આવી છે. એટલે કે તે સંપૂર્ણ સ્વદેશી કિટ છે.
આઇસીએમઆરએ એપ્રિલમાં ડિપ્કોવન કિટને મંજૂરી આપી હતી અને તે જ મહિનામાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ તેના નિર્માણ અને બજારમાં વેચવાની મંજૂરી આપી હતી. વેનગાર્ડ લિમિટેડ વ્યાવસાયિક રૂપે જૂનના પહેલા અઠવાડિયામાં આ કિટને બજારમાં ઉતારશે.
લોન્ચિંગ સમયે લગભગ ૧૦૦ કિટ ઉપલબ્ધ થશે. તેનાથી લગભગ ૧૦ હજાર લોકોનું ટેસ્ટિંગ થશે અને ત્યાર બાદ દર મહિને ૫૦૦ કિટનું ઉત્પાદન કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ડીઆરડીઓની આ પહેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આ કિટ કોવિડ મહામારી સામે લડવામાં લોકોને મદદ કરશે.

Related posts

ઉત્તર પ્રદેશના મઉમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન પડતાં ૧૨નાં મોત…

Charotar Sandesh

બેંગ્લુરૂ હિંસા : તોફાની ટોળાએ કોંગ્રેસ ધારાસભ્યના ઘરેથી ૩ કરોડની લૂંટ ચલાવી…

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૬૨૩૨ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh