જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ
આણંદ : જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૨૧/૦૭/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે વલ્લભ વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં આવેલી વી.પી. એન્ડ RPTP સાયન્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના ખાનગી એકમના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના એસ.એસ.સી, એચ.એસ.સી, ડિપ્લોમા ડિગ્રી તથા સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
Other News : કર્ણાટક હાઇકોર્ટનો મોટો ચુકાદો : પત્નીની સારસંભાળ કરી શકો તો માતા-પિતાની કેમ નહીં : ભરણષોષણ ચૂકવવા આદેશ