ગાંધીનગર : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી છે, જેમાં ધોરણ ૬ થી ૮ ઓફલાઇન વર્ગો (offline study) ચાલુ કરવા અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે.
ગુજરાતમાં ૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે
જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં ૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ ના ઓફલાઈન વર્ગો શરૂ (reopen school) કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ ૬ થી ૮ શાળાઓ ૨જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ૩૦ હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે.
શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.
Other News : આગામી જન્માષ્ટમી-ગણેશ ઉત્સવને લઈને કોર કમિટીની બેઠકમાં એસઓપી તૈયાર કરાઈ