Charotar Sandesh
ગુજરાત

ગાંધીનગરમાં ચુંટણીની ગરમી : જૂના સચિવાલયમાં આગ લાગી, અનેક દસ્તાવેજો-ફાઈલો આગમાં સ્વાહા, જુઓ વિડીયો

જુના સચિવાલય

ગાંધીનગર : જુના સચિવાલયમાં આગનો બનાવ બનવા પામેલ, બ્લોક નં ૧૬ની કચેરીમાં આ લાગતા અફરાતરફ મચી જવા પામેલ હતી, બીજા માળમાં આવેલ કચેરી આગની ઝપેટમાં આવતાં ફાયર ફાઈટરો દોડતા થયા હતા.

જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે

સદનસીબે ઓફિસ બંધ હોવાથી કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ કચેરીના ડોક્યુમેન્ટ-ફાઈલો આગમાં સ્વાહા થઈ છે.

આ ઘટનામાં પ્રથમ તો કચેરીની બારીમાંથી આગના ધુમાડા નિકળતા જોતાં દોડધામ થઈ, બાદમાં આગમાં વધારો થતાં ધુમાડા ઉંચે સુધી પ્રસરવા લાગ્યા હતા તથા બીજા માળે આગ લાગી હતી. આ ઘટનામાં સરકારી કાગળ, ફર્નિચર, ડીજીટલ ડીવાઈસ સહિતની વસ્તુઓ આગમાં ખાખ થઈ હતી. આ ઘટનાનું કારણ અને કેટલું નુકશાન થયેલ છે તે હજુ અકબંધ છે.

Other News : ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન, ૮ ડિસેમ્બરે થશે મતગણતરી, ચુંટણીનું એલાન આ તારીખે કરાય તેવી શક્યતા, જુઓ

Related posts

વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ ૩૩% નુકસાન હશે, તો વળતર ચુકવાશે…

Charotar Sandesh

કોરોના અપડેટ : આણંદમાં વધુ એક કેસ સહિત કુલ સંખ્યા ૯ : રાજ્યમાં કુલ પોઝીટીવ દર્દી ૫૩૮ થયા…

Charotar Sandesh

૪૦૦થી વધુ લોકો ભેગા થતાં પોલીસે ગરબાના આયોજકની ધરપકડ કરી

Charotar Sandesh