Charotar Sandesh
ગુજરાત

પૂર્વ કોંગ્રેસ પ્રભારીના આકરા તેવર : આગામી વિધાનસભા ચૂંટણીજંગમાં નવા ચહેરાને તક આપવામાં આવશે

વિધાનસભા જંગ

Anand : વર્ષ ૨૦૧૭ના વિધાનસભા જંગમાં કોન્ગ્રેસનો હાથ વેંતમાંથી સત્તા વિજય છીનવાઇ જવા ઉપરાંત વર્ષ ૨૦૧૫માં સ્વાયત્ત તથા સ્વરાજકીય રાજ્યની ૮૦% સઁસ્થા પર કોન્ગ્રેસનો વિજય થવા પામવા છતાં ગત વર્ષે યોજાયેલ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં કોન્ગ્રેસને મળેલ ધોબીપછાડ ઉપરાંત વિધાનસભા જંગમાં વિજયી થયેલ બાર ઉપરાંત ધારાસભ્યએ તકસાધુ બની ભાજપના પાલવ પકડતાં રાજ્ય કોન્ગ્રેસ નેતૃત્વની નિષ્ફળતા કે આતરીક જૂથવાદના કારણે કે સત્તાપક્ષ સાથે સજૉયેલ ઇલુઇલુના સંદેહના પગલે આગામી રાજ્ય વિધાનસભા જંગમાં અગાઉની ૫રિસ્થિતિ ન સજૉય તેવી મજબૂત સ્થીતી ઉભી કરવા કોન્ગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે કોન્ગી નેતાઓ સાથે યોજાયેલ બેઠકમાં આકરા તેવર ઉભા કરી માપમાં રહેવાની સુચન કરતાં ચણભણાટ ઉભો થયો છે.

બેઠકમાં પાંચ વર્ષ દરમ્યાન થયેલ પક્ષ ધોવાણમાં કેટલાક નેતાઓના કરમ ચીઠ્ઠા હોવાનું જણાવતા નેતાઓમાં સોપો પડી ગયો હતો

બીજી બાજુ ગતવિધાનસભામા સી.એમ.બનવાની ઉભી થયેલ રસ્સાખેંચના કારણે હાથવેંતમાંથી સરકી ગયેલ સત્તાનું પુનરાવર્તન આગામી જંગમાં ન થાય તેના ૫ગલે સીએમ બનવાના દાવા કરનાર નેતાએ જંગમાં નહીં ઝુકાવવાનો નિર્ણય કરી પક્ષ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય બનવા તરફ લક્ષ્ય સેવ્યું હોવાનું જાણવા મળેલ છે.

જોકે વિધાનસભા જંગ ત્રિપાંખીયો બનવાના અણસારના પગલે કોન્ગ્રેસ દ્વારા પણ નવા ચહેરાને તક આપવા સાથે પક્ષને વફાદારીને પ્રાધાન્ય આપ વા મુદ્દે ચર્ચા બિઠકમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Other News : લગ્ન નોંધણીની કાર્યવાહીમાં ગેરરીતિ આચરનાર તલાટી કમમંત્રી સામે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી

Related posts

LRD-PSI બંન્ને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે

Charotar Sandesh

ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે અને ધોરણ ૧૦નું આ તારિખે આવશે, જુઓ

Charotar Sandesh

શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, કહ્યું-ક્યારેક તો શાળા ચાલુ કરવી જ પડશે…

Charotar Sandesh