Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ કોમર્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ

ધોરણ ૧૦ અને ૧૨

ફોર્મ ભરવાની મુદત ૨૬ ડિસેમ્બર કરાઈ, ૨૭ ડિસેમ્બરથી લેટ ફી

અમદાવાદ : રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ રદ થતાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રણમાં હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

ગત વર્ષે ૧૨ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. જયારે આ વર્ષે હજુ ૭ લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે. હજી ત્રણેક લાખની આસપાસ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે. એટલે કુલ ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેવી શક્યતાઓ છે.

આ વર્ષે કેસ કાબુમાં હોવાથી અગાઉની જેમ પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ વર્ષે પરીક્ષા માટે ખાસ તૈયારી કરવામાં આવશે. જેથી તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે લઇ શકાય.

ગુજરાત બોર્ડમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૧ ડીસેમ્બર હતી. જેની હવે મુદત વધારવામાં આવી છે અને ફોર્મ ભરવાની તારીખ ૨૬ ડિસેમ્બર સુધી કરવામાં આવી છે અને ૨૭ ડિસેમ્બરથી લેટ ફી લેવામાં આવશે.

ગુજરાત બોર્ડમાં ધોરણ ૧૦ની બોર્ડનું ફોર્મ અને ફી ભરવાની તારીખ ૨૧ ડિસેમ્બર સુધીની હતી

જે તારીખ હવે લંબાવવામાં આવી છે અને ૨૬ ડિસેમ્બર સુધી રેગ્યુલર ફોર્મ અને ફી ભરવાની મુદત રાખવામાં આવી છે. ૨૭ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેટ ફી ભરીને ફોર્મ ભરી શકશે. પ્રથમ તબક્કો ૨૭ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીનો હશે. જેમાં ૨૫૦ રૂપિયા લેટ ફી, બીજો તબક્કો ૧ જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી જેમાં ૩૦૦ રૂપિયા લેટ ફી અને ત્રીજો તબક્કો ૧૧ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી રહેશે. જેમાં ૩૫૦ લેટ ફી ભરવાની રહેશે.

Other News : રાજ્યમાં પેપર લીક કાંડને લઈ આમ આદમી બાદ કોંગ્રેસ પણ વિરોધના મૂડમાં

Related posts

અમદાવાદમાં કોરોના પર કંટ્રોલ : ખાનગી હોસ્પિટલમાં માત્ર ૧૮૯ દર્દી જ સારવારમાં છે…

Charotar Sandesh

ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસનો આતંક વધ્યો, ૧૦૦થી વધુ નવા દર્દી મળ્યા…

Charotar Sandesh

ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારત આવશે : અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ…

Charotar Sandesh