ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ખેડુતોના ચહેરા પર પ્રકાશ પાથરતા લાંબા સમયથી વિવાદી બની રહેલા અને ખાસ કરીને ખેડુત આંદોલનનું કેન્દ્ર બનેલા ત્રણ કૃષી કાનૂન પાછા ખેચવાની જાહેરાત કરી છે.
શુક્રવારે સવારે પીએમ મોદીએ એક રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે અમોએ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ ઉપયોગી અને ખેડુતોની સુવિધા માટે આ ત્રણ કૃષી કાનુન લઈ આવ્યા તા પણ અમારી ‘તપસ્યા’માં કોઈ ક્ષતિ રહી છે અને અમોએ ખેડુતોને આ કૃષિ કાનુન મુદે સમજાવવાની તપાસ કોશીશ કરી હતી પણ એક વર્ગને અમો સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે અને તેથી હું આજે જાહેરાત કરું છું કે ત્રણેય કૃષિ કાનુન પાછા ખેચવા મારી સરકારે નિર્ણય લીધો છે.
આ માસના અંતમાં પ્રારંભ થનારા સંસદના શિયાળુ સત્રમાં આ અંગેની વૈધાનિક પ્રક્રિયા પુરી કરાશે
મોદીએ આ જાહેરાત સાથે જ હવે દિલ્હી સહિતની સરહદો પર આંદોલન ચલાવી રહેલા ખેડુતોને પરત તેમના વતન જવા અપીલ કરી હતી. મોદીની આ જાહેરાતના જબરા રાજકીય પડઘા પડવાનું શરુ થયુ છે. મોદીએ કહ્યું કે હું આ સાથે દેશના લોકોની ક્ષમા માગું છું કે અમારી તપસ્યામાં કોઈ ક્ષતિ રહી ગઈ છે તેથી હું મારા ખેડુત ભાઈઓને પણ સાચા દિલથી કહું છું કે હવે આંદોલનને ખત્મ કરે. મોદીએ કહ્યું કે, દેશની બદલાયેલી આવશ્યકતાને ખ્યાલમાં રાખીને તથા ક્રોપ પેટર્ન વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા તથા એમએચવી પ્રક્રિયા પ્રભાવી અને પારદર્શક બનાવવા માટે તથા તમામ વિષયો પર વિચારણા કરીને આ કૃષિ કાનુન અમલી બનાવ્યા હતા.
મોદીએ જણાવ્યું કે, ખેડુતોના એક વિશાળ વર્ગ આ કાનૂનને આવકાર્યા હતા પણ એક વર્ગને સમજાવવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ. મોદીએ આ અગાઉ તેની સરકારે ખેડુત અને કૃષી ક્ષેત્ર માટે તેમની સરકારે જે કંઈ કર્યુ તેની માહિતી આપી હતી.
Other News : ૨ મહિલાઓ પાસેથી દિલ્હી એરપોર્ટ પર ૯૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું : કાર્યવાહી શરૂ