કલાકાર દેવાયત ખાવડે જ રાજકોટમાં એક યુવક પર પાઈપથી હુમલો કરીને વિવાદ પેદા કર્યો છે
રાજકોટ : લોક સાહિત્યકાર દેવાયત ખવડ આમ તો લોકોને શીખામણો અને રાણો રાણાની રીતે તેના ઉદાહરણો આપે છે, પરંતુ તેઓ જ વિવાદમાં સપડાયા છે. જેમાં રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં દેવાયત ખાવડ ભુગર્ભમાં ઉતર્યા છે અને ઘરે તાળા ફોન બંધ આવતાં પોલીસે શોધખોળ આરંભી છે.
હવે પોલીસ તપાસમાં કાવતરું રચી હુમલો કરેલ હશે તો વધુ એક કલમનો ઉમેરો થશે, દેવાયત ખવડનું હથિયારનું લાઇસન્સ રદ્દ કરાશે કે નહીં તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.
Other News : ઉમરેઠ બેઠક પર હારેલ ઉમેદવાર NCPના જયંત બોસ્કીએ હારનું મુખ્ય કારણ જણાવ્યું, જુઓ