નડીયાદ : આજે રાજ્યભરમાં ઠેર-ઠેર ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આજના દિવસે રાજ્યમાં વિવિધ ત્રણ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી ૧૧ લોકોના મોત થયા છે. દેવભૂમિ દ્વારકામાં ૫, મહિસાગરમાં ૪ અને ખેડામાં ૨ બાળકો ડૂબ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધુળેટી પર્વની ઉજવણી વચ્ચે તળાવ, નદીમા ડૂબી જવાની બે ઘટનાઓ બની છે. આ બંને ઘટનાઓમાં કુલ ત્રણ મોત થયા છે. મહિસાગર નદીમાં ૪ યુવાનો તો વસોના ઝારોલ પાસે પણ તળાવમાં ૨ કિશોરો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેના કારણે પરિવારોમાં ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.
ધુળેટી પર્વ પર ઝારોલ ગામના તળાવમાં ન્હાવા પહેલા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે
જેમાં ૧૫ વર્ષના બાળકનું નામ પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને ૧૪ વર્ષના બાળકનું નામ સાગર અજીતભાઈ સોલંકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતક બાળકોના મૃતદેહની પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
Other News : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વધુ એક નિર્ણય : ધોરણ ૬થી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે