ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી ક્લાસ-I & II ની પ્રાથમિક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૬૧૫૨ ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે કવોલીફાઈ કરવામાં આવ્યા છે. ૨૨૪ જગ્યા માટે ૨૧ માર્ચે પરીક્ષા લેવાઈ હતી. હવે મુખ્ય લેખિત પરીક્ષા ૧૯, ૨૧ અને ૨૩ જુલાઈએ લેવાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બરમાં જાહેર થશે. ૩ ગણા ઉમેદવારના ડિસેમ્બરમાં ઈન્ટરવ્યૂમાં લેવાશે. ૩૧ ડિસેમ્બર પહેલા ફાઈનલ પરિણામ આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આયોગ દ્વારા કુલ જગ્યાઓ જેવી કે -નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૩, સહાયક રાજ્યવેરા કમિશ્નરની કુલ ૪૨, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૮૧ જગ્યાઓ તથા સેક્શન અધિકારી ( સચિવાલય )ની ૯, સેક્શન અધિકારી (વિધાનસભા)ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૭૪, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૨૫, સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૫, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વિચરતીની કુલ ૦૨ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ની કુલ ૧૪૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૨૪ જગ્યાઓ માટે ૧૫/૧૧/૨૦૨૦ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પ્રાથમિક કસોટી ૨૧ માર્ચ, ૨૦૨૧ના રોજ યોજવામાં આવી હતી.
મુખ્ય લેખીત પરીક્ષા૧૯, ૨૧ અને ૨૩ જુલાઈના રોજ યોજનામાં આવશે. મુખ્ય લેખીત પરીક્ષામાં કુલ ૬ પ્રશ્નપત્રો હશે. પ્રશ્નપત્ર-૧ : ગુજરાતી; પ્રશ્નપત્ર-૨ઃ અંગ્રેજી, પ્રશ્નપત્ર-૩ : નિબંધ; પ્રશ્નપત્ર-૪ : સામાન્ય અભ્યાસ-૧; પ્રશ્નપત્ર-૫ઃ સામાન્ય અભ્યાસ-૨ અને પ્રશ્નપત્ર-૬ઃ સામાન્ય અભ્યાસ-૩. અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.