Charotar Sandesh
ગુજરાત

ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતમાં દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

CM શ્રી ભૂપેન્દ્ર પટેલ

CM શ્રી ભૂપેન્દ્ર પટેલની 1.50 લાખ હિમોગ્લોબીન પીલ્સથી તુલા કરી ઉમિયાધામની સ્વસ્થ સમાજના નિર્માણની દિશામાં નવીન પહેલ

ઉમિયાધામના સર્વાંગી વિકાસ માટે 18.25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

જામનગર : CM શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે ઉભી છે.

CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં, જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો દિવ્ય અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ તકે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં CMશ્રીએ જણાવ્યું હતું કે અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ખેત પેદાશ જવાબદાર છે ત્યારે આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે.રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા : દેશભરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેઓનો ઉત્સાહ વધાર્યો

Related posts

૫૦ વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય…

Charotar Sandesh

ગુજરાતમાં ૮૦ લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ, દેશમાં ૭માં ક્રમે…

Charotar Sandesh

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે જીતી IPL-2022 ની ફાઈનલ ટ્રોફી : સ્ટેડિયમમાં જશ્નનો માહોલ

Charotar Sandesh