સુરત : શહેરમાં ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો ચુકાદો આવ્યો અને તેને દોષિ જાહેર કરાયો છે, ત્યારે શુક્રવારના રોજ દિવસ દરમ્યાન સજા અંગે દલીલો બંને પક્ષો દ્વારા દલીલો કરાઈ હતી, જેને લઈ હવે કોર્ટ દ્વારા આગામી ૨૬ એપ્રિલે સજાની તારીખ સંભવતઃ જાહેર કરવામાં આવેલ હતી, પરંતુ આ મામલે આજે ફરી એકવાર સજાની સુનાવણી ટળી છે, અને સજાની સુનાવણી માટે તારીખ ઉપર તારીખ પડી રહી છે.
હું હોત તો શૂટ કરી દેત : ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન
આ મામલે રાજકારણી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે નિવેદન આપતાં જણાવેલ કે, હું હોત તો શૂટ કરી દેતત, ર૦૦ જેટલા લોકો ઉભા રહેલ અને ૧ કલાક સુધી આ ઘટના ચાલ્યું, આ આપણું ગુજરાત રાજ્ય છે, રિવોલ્વરના લાયસન્સની મને ચિંતા નથી, રાજ્યની દીકરીઓ માટે જેલમાં રહેવા હું તૈયાર છું.
આ કેસમાં ગત ૧ર ફેબ્રુઆરીના દિવસે સુરતના પાસોદરા વિસ્તારમાં જાહેરમાં દીકરી ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલ સામે ૬ એપ્રિલના રોજ દલીલો પૂર્ણ કરાઈ હતી. આ કેસમાં અગાઉની મુદ્દત ૧૬ એપ્રિલે આરોપીના વકીલ હાજર ન રહેતા ચુકાદો ટળ્યો હતો. જે બાદ ર૧ તારીખે ચુકાદો આપતા આરોપી દોષીત જાહેર કરાયો અને શુક્રવારે સવારે કોર્ટ સજા સંભળાવવાનું કહેવાયેલ, પરંતુ બંને પક્ષોની દલીલો કરાતાં કોર્ટે હવે સજાની સુનાવણીને લઈ તારીખ ઉપર તારીખ અપાઈ રહી છે.
Other News : દરિયાઈ માર્ગે કચ્છ નજીક ૨૮૦ કરોડના ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ