Charotar Sandesh
ગુજરાત

GTUની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી, નવી તારીખ જાહેર…

અમદાવાદ : તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અસર થઈ છે. ત્યારે GTUની અત્યારે ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ડિવાઈસ હોવી જરૂરી છે. તેના માટે ઇલેક્ટ્રિક પાવર હોવો જરૂરી છે. પરંતુ વાતાવરણને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ગુજરાતના તમામ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે શક્ય નથી. આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે મોકૂફ થયેલી પરીક્ષાઓ ૨૪ મેથી ૨૭મે દરમિયાન લેવાશે. ત્યારે ૧૮ મેથી ૨૧મે દરમિયાન લેવાનારી પરીક્ષા મોકૂફ કરાઈ હતી. ત્યારે તૌકતો વાવઝોડાને લઈને વિદ્યાર્થીઓ પર પણ તેની અસર જોવા મળી હતી. પરીક્ષા દરમિયાન ટેક્નિકલ ખામી ન સર્જાય તે માટે GTU દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

Related posts

વધુ એક સગીરા પીંખાઈ : ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવકે દુષ્કર્મ આચરતાં ૧૬ વર્ષની સગીરા ગર્ભવતી બની

Charotar Sandesh

દિવાળી વેકેશન : ૨૪ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધી શાળામાં રજા…

Charotar Sandesh

આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી ઇચ્છા, આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે : નરેશ પટેલ

Charotar Sandesh