અમદાવાદ : હવે સોશિયલ મીડિયાનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગ વેબસાઇટ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હોય તે રીતે શરૂ થયું હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એવા નિર્દેશ પણ આપ્યા હતાં કે, ઓનલાઇન ગેમિંગના નામે જો મની લોન્ડરિંગ કે વિદેશી ફંડની હેરાફેરી કરવામાં આવી રહી હોય તો તેની સામે પણ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે.
એ સમયે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કાયદાની છટકબારી શોધી વર્ચ્યુઅલ સ્પેસમાં અને મોબાઇલ એપ્લિકેશન થકી જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. ફરિયાદ અરજીનો નિકાલ કરતી વખતે હાઇકોર્ટ નોંધ્યું હતું કે સ્થિતિ અંકુશ બહાર જાય તે પહેલાં સરકારે કાર્યવાહી કરવી જરૂરી જોઈએ.ગુજરાતમાં ઓનલાઈન જુગારને ગેમ્બલિંગ એક્ટ હેઠળ લાવવા અને જેલની સજા વધારીને ૨ વર્ષ સુધીની કરવા માટે રાજ્યના લૉ કમિશને ગુજરાત સરકારને ભલામણ કરી છે.
એક વર્ષ અગાઉ હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને નિર્દેષ કર્યો હતો કે, ગુજરાતમાંથી ઓનલાઇન ગેમિંગના નામે રમાતા જુગારની વેબસાઈટ ચાલતી હોય તો આવી પ્રવૃત્તિ સરકાર બંધ કરાવે
તેમજ જો કોઇ વેબસાઈટ ઓનલાઇન જુગાર રમવાની પ્રવૃત્તિમાં સંકળાયેલી હોય તો તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેથી રાજ્ય સરકારે પણ હવે આ બાબતે ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.
હાલ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલીંગ એકટ (જુગાર વિરોધી ધારો ) ૧૮૮૭ નો છે, પરંતુ અનેક વખત તેમાં સુધારા વધારા થાય છે ,તે હેઠળ જુગાર રમતા ઝડપાતા વ્યક્તિને છ માસની જેલ સજાની જોગવાઈ છે, પણ ગુજરાત સ્ટેટ લો કમીશને રાજય સરકારને સુપ્રત કરેલા એક અહેવાલમાં ઓનલાઈન ગેમ્બલીંગ (જુગાર)ને પણ વપરાશ ગણીને આ કાનૂન હેઠળ લાવવા અને જેલ સજા વધારીને ૨ વર્ષ સુધીની કરવા માટે ભલામણ કરી છે.
Other News : દેશમાં બેરોજગારીને લીધે આત્મહત્યાના કેસ વધ્યાં : રાહુલ ગાંધીનું ટ્વીટ