Charotar Sandesh
ગુજરાત

ભારતને આઈએએસ અધિકારી આપવામાં ગુજરાત રાજ્ય પાછળ

આઈએએસ અધિકારી

૭૦ વર્ષમાં ગુજરાતી આઈએએસ અધિકારી માત્ર ૨૩૦

અમદવાદ : હરિયાણાના સોનીપતમાં આવેલી અશોકા યુનિવર્સિટીની સ્વતંત્ર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા દ્વારા ૧૯૫૧થી ૨૦૨૦ સુધીના દેશના તમામ IAS અધિકારીઓની ડેટા બેન્ક તૈયાર કરવામાં આવી છે. જેમાં અધિકારીનું નામ, જન્મ તારીખ, કેડર, અલોટમેન્ટ વર્ષ, સર્વિસમાં જોડાયા તારીખ, મૂળ વતન, શૈક્ષમિક લાયકાત, નિવૃતિ સહિતની વિગતો આપવામાં આવી છે જેના આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

અમુક કિસ્સાઓમાં અધિકારીઓની તમામ વિગતો નથી પણ મળી શકી. આ ડેટાના વિશ્લેષણના આધારે જોઇએ તો, ઉત્તરપ્રદેશની સંખ્યા ૧૨૩૧ છે. ગુજરાતી IAS અધિકારીઓમાં ૬ અધિકારીઓ પી.એચ.ડી. થયેલા છે. ૭૩ પોસ્ટ ગ્રેજ્યુએટ્‌સ છે જ્યારે ૧૩૧ ગ્રેજ્યુએટ્‌સ છે. ૧૯૮૩ની સિવિલ સર્વિસ પરીક્ષામાં સૌથી વધારે ૨૦ ગુજરાતીઓ IAS માટે પસંદ થયા હતા.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતી યુવાનો પણ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી રહ્યા છે અને IAS સિવાય પણ અન્ય કેડરમાં પસંદગી પામી રહ્યા છે. દેશમાં ક્રમની દ્રષ્ટિએ જોઇએ તો, આ બાબતે ગુજરાતનો ક્રમ ૧૫મો છે. ગુજરાતમાં ફરજ બજાવતા IAS ના સિવિલ લિસ્ટ ૨૦૨૧ મુજબ, હાલ ૨૪૧ ૈંછજી માંથી ૮૬ ગુજરાતી છે.

રાજ્યના મોટભાગના જિલ્લામાં કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી ગુજરાતી છે

૧૯૫૩ની બેચમાં પસંદ થયેલા બે ગુજરાતી IAS માં બન્ને મહિલા છે જેમાં પી.પી.ત્રિવેદીને આસામ કેડર ફાળવાયું હતું જ્યારે આર.એમ.શ્રોફને ગુજરાત કેડરમાં જ મુકવામાં આવ્યા હતા.દેશમાં ૧૯૫૧થી ૨૦૨૦ સુધી IAS અધિકારી બનેલા અંદાજે ૧૧૫૦૦થી વધારે અધિકારીઓમાંથી ૩૦ ટકા હિસ્સો ચાર રાજ્યોનો જ છે જેમાં સૌથી વધારે ૧૦.૬૪ ટકા સાથે ઉત્તરપ્રદેશ, ૮ ટકા સાથે બિહાર, ૫.૭ ટકા સાથે રાજસ્થાન, ૫ ટકા ફાળા સાથે તમિલનાડુ છે. આ સંખ્યામાં ગુજરાતનો ફાળો ૨ ટકા છે. અત્યાર સુધી ગુજરાતી હોય એવા અંદાજે ૨૩૦ વ્યક્તિઓ IAS અધિકારી બન્યા છે.

Other News : શ્રીનગરમાં આતંકવાદીએ બસ ઉપર હુમલો કર્યો : ૩ પોલીસકર્મી શહીદ થયા

Related posts

કોરોના બચાવ અપીલથી ભાજપના કેમ દૂર રહે છે, કેટલાક નેતાઓ ભાજપને ડૂબાડશે કે શું…?

Charotar Sandesh

જિલ્લા ટ્રાફિક પીએસઆઇએ ખાખીનો રોફ મારતા મામલો બિચક્યો અને સ્થળ છોડી ભાગવું પડ્યું !!!

Charotar Sandesh

‘બ્લેક ફંગસની સારવારમાં વિદેશમાં ભણેલા ૭૦૦૦ ડોક્ટર્સની મદદ લો’ : વડોદરા ભાજપ પ્રમુખ

Charotar Sandesh