આણંદ : ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિર બોચાસણમાં “ગુરુ વંદના” અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું. જેમાં અધ્યાપન મંદિર બોચાસણમાં અભ્યાસ કરેલ પૂર્વ તાલીમાર્થીઓ તેમજ ગુરુજનોએ ભાગ લીધો.
ગુજરાત વિધાપીઠ અમદાવાદના કુલનાયક શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, કા.કુલસચિવશ્રી નિખિલભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના સંયોજક્શ્રી ઉદેસિંહ સોલંકી અને ગુરુજનો શ્રી રઘુવીર મકવાણા, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ રાવલ અને પૂર્વ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમાર્થીઓએ પોતાના સંસ્મરણો તાજા કરતા પોતાના અભિપ્રાયો આપ્યા હતા
ગુરુજનો નું ખાદી શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થો ને પણ સ્મૃતિ ચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા. વર્ષો બાદ જુના મિત્રોને યાદ કરવાનો અને જુના સ્મરણોને તાજા કરવાનો એક સુંદર અવસર પ્રાપ્ત થયો તે બદલ આયોજક ટીમનો સૌ એ આભાર વ્યક્ત કર્યો હતો.
રાત્રે સંસ્થાના પૂર્વ તાલીમાર્થી અને લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવી ,હિરાલાલ ,પ્રવીણભાઈ મકવાણા કિશોરભાઈ તથા કાન્તીભાઈ ગોહેલ અને જગદીશભાઈ કુમરખાણીયા દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા. સવારે પ્રભાતફેરી કરવામાં આવી હતી ત્યાર બાદ સૌ છુટા પડયા હતા. એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં જુના તાલીમાર્થીઓ ભેગા મળ્યા અને સંસ્થાને યથા યોગ્ય મદદ પણ કરી હતી.
આયોજક ટીમ વતી વિનય મંદિર બોચાસણ, અધ્યાપન મંદિર બોચાસણ સ્ટાફ અને વિધાર્થીઓ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Other News : વિશ્વપ્રખ્યાત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : ગત વર્ષ કરતાં ૯ ટકાનો વધારો