Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદ સંતરામ મંદિર, ડાકોર મંદિર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઈ, જુઓ તસ્વીરો

શ્રી સંતરામ મંદિર (santram mandir)

સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર (santram mandir) માં ગુરુપૂર્ણિમા દિવસે પાદુકા પૂજન અને પૂજ્ય રામદાસજી મહારાજના દિવ્ય આર્શીવાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી

નડિયાદ સંતરામ મંદિર (santram mandir) મા ભક્તોએ પ્રસાદરૂપે કંઠીને ગ્રહણ કરી

Nadiad : ભગવાન સુધીનું પહોંચવાનું માધ્યમ એટલે કે ગુરુ જે વ્યક્તિના જીવનમાં ગુરુ ના હોય તે વ્યક્તિનું જીવન અધૂરું કહેવાય છે માટે જ વર્ષના આ દિવસે પોતાના ગુરુને ત્યાં શિષ્ય પહોંચી અને ગુરુના આશીર્વાદ મેળવતા હોય છે.

અષાઢી પૂનમ – ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને ત્યાં આશીર્વાદ લેવા જતો હોય છે. ખેડા જિલ્લાના ત્રણ તીર્થ સ્થાનો ડાકોર, વડતાલ અને સંતરામ મંદિર નડીયાદમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી, જે દરમ્યાન ભક્તોનુ વહેલી સવારથીજ ઘોડાપૂર ઉમટ્યું હતું.

ત્યારે નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર (santram mandir) ખાતે આજે ભક્તોએ પાદુકા પૂજન તેમજ પૂજ્ય રામદાસજી મહારાજના દિવ્ય આર્શીવાદ લઈ ધન્યતા અનુભવેલ. આ સાથે પ્રસાદરૂપી કંઠી ગ્રહણ કરી મંદિરે આવેલ ભક્તોએ ગુરૂ પૂજનની મહિમાની ઉજવણી કરેલ. સાથે પાદુકા પૂજન પણ કરાયું હતું.

Other News : વડતાલધામમાં શ્રીસ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની દબદબાભેર ઉજવણી

Related posts

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : તા.૨ માર્ચના રોજ મતગણતરી યોજાશે : જાણો મતગણતરીના સ્થળો…

Charotar Sandesh

ખેડા ટાઉન પોલીસ દ્વારા રૂા. 97.99 લાખના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો…

Charotar Sandesh

તા. ૨૧ મી જુલાઈના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે : લાભ લેવા અનુરોધ

Charotar Sandesh