Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અસરગ્રસ્ત વ્યકિતઓ, સરપંચ અને ગામના આગેવાનો સાથે બેઠક કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી

જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી

આફતની આ ઘડીમાં જિલ્લા પ્રશાસન લોકોની પડખે રહી સંપૂર્ણ સહયોગ સાથે તમામ જરૂરિયાતો પૂરી પાડવાની ખાત્રી આપતાં જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

આણંદ : જિલ્લાના બોરસદમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોરસદ શહેર સહિત તાલુકાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બોરસદ શહેર સહિત ભારે વરસાદથી પ્રભાવિત ગામડાઓમાં જિલ્લા પ્રસાશન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી  પરિસ્થિતિ ઉપર સતત નિગરાની અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે આજે સિસ્વા ગામની મુલાકાતે વરસતા વરસાદની વચ્ચે રાહત-બચાવની કામગીરીની જાત માહિતી મેળવવા પહોંચી ગયા હતા જયાં ગામના રહીશોને ખોટી અફવાઓથી ન દોરાવાની અપીલ કરી આફતની આ ઘડીમાં જિલ્લા પ્રશાસન લોકોની પડખે રહી સંપૂર્ણ સહયોગ અને  તમામ જરૂરિયાતો પૂરી પાડશે તેવી ખાત્રી આપી હતી.

સિસવા ગામની ચિંતા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ કરી રહ્યા છે : મુખ્ય મંત્રીશ્રીએ કલેકટરશ્રી પાસેથી વિગતો મેળવી

જિલ્લા કલેકટરશ્રીની આ મુલાકાત દરમિયાન મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ પણ સિસ્વા ગામની ચિંતા કરીને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સાથે વાત કરી સિસ્વા ગામની બચાવ-રાહત કામગીરીનો તાગ મેળવ્યો હતો તેની ગામના રહીશોને જાણકારી આપી મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ તેઓની ચિંતા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

સિસ્વા ગામના સરપંચ શ્રી રીપલ પટેલે તેઓ અને તેમની ટીમ જે જેમાં ૨૫ લોકોનો સમાવેશ થાય છે તેઓએ ગામ અને આજુબાજુના લોકોનું સ્થળાંતર કરાવીને અહીં લાવવામાં આવ્યા છે તેમને અહીં કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે પીવાનું પાણી, સવારનો ચા-નાસ્તો રાત્રે તેઓ શાંતિથી સૂઇ શકે તે માટે લાઇટ અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોતે તથા તેમની ટીમ સતત બે દિવસથી તેઓની સાથે હોવાનું જણાવ્યું હતું.

Other News : વરસાદના કારણે બોરસદ તાલુકાના આ ગામોને ભારે અસર : NDRFની એક ટુકડી તૈનાત : પ્રશાસન એક્શનમાં

Related posts

આણંદ જિલ્લાનુ ગૌરવ : યુવાને રાજ્યકક્ષાની રાયફલ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો…

Charotar Sandesh

ઉમરેઠ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપે સીટ જાળવી રાખી…

Charotar Sandesh

આ 3 દિવસ માટે ગુજરાત સરકારની તમામ વેબસાઈટ રહેશે બંધ, નહીં થઈ શકે ઓનલાઈન કામકાજ

Charotar Sandesh