ગાંધીનગર : રાજ્યમાં ગત ત્રણ-ચાર દિવસથી વરસાદે (rain) બ્રેક લીધી છે, પરંતુ આવતીકાલથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, જેને લઈ મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં આગામી ૨૪ કલાક બાદથી ૨૭ જુલાઈ દરમ્યાન મધ્યમથી ભારે વરસાદ (rain) ની આગાહી કરાઈ છે.
ખેડા-આણંદ મધ્યગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ (rain) ની સંભાવના છે
હવામાન વિભાગ દ્વારા કરાયેલ ભારે વરસાદ (rain) ની સંભાવનાના પગલે જિલ્લાઓમાં રેડ-યલો-ઓરેન્જ એલર્ટ જાહેરા કરાયું છે. શનિવારે કચ્છ-બનાસકાંઠા-મહેસાણા-અરવલ્લી-મહેસાણા-ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
બીજી તરફ યલો એલર્ટમાં અમદાવાદ-જામનગર-રાજકોટ-બોટા-નડીયાદ-ખેડાનો સમાવેશ કરાયો છે. રવિવારના રોજ અનેક જિલ્લામાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
કચ્છમાં શનિવારે રેડ એલર્ટ સહિત બનાસકાંઠા-પાટણ-મોરબી-મહેસાણા-જામનગર-દેવભૂમિ દ્વારકા-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ કરાયું.
જ્યારે યલો એલર્ટમાં રાજકોટ-બોટાદ-ગાંધીનગર-સાબરકાંઠા-પોરબંદર-અમદાવાદ-ખેડા-અરવલ્લીનો સમાવેશ કરાયો છે.
Other News : હવે વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ : ઘરેબેઠા FRI નોંધાવી શકાશે, જુઓ વિગત