Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ઉત્તરાયણને લઈ ગૃહ વિભાગનું જાહેરનામું : આ નિયમોનો ભંગ કરાશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરી ભરાશે, જુઓ વિગત

ઉત્તરાયણ

ગૃહ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં ધાબા પર શું કાળજી રાખવી અને શું નહીં તેની વિગતવાર માહિતી આપી છે. જેમાં જણાવાયું છે કે જાહેર સ્થળોએ ભેગા થઈને પતંગ ચગાવી શકાશે નહીં.

કોરોના મહામારી હોવાથી માસ્ક સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી ભેગા થઈ શકાશે નહીં

જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાશે. પતંગ બજારમાં પણ ખરીદી માટે બજારની મુલાકાત લે ત્યારે કોવિડ ગાઈડલાઈનું પાલન કરવું પડશે. આ ઉપરાંત ધાબાં પર મ્યુઝિક સિસ્ટમ કે ડીજેના કારણે ભીડ ભેગી થઇ શકે તેમ હોવાથી તેમ પણ કરી શકાશે નહીં.

પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે, અને જો કોઇ સ્થળે નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણમાં પણ નાઇટ કર્ફ્યુના વિસ્તારમાં દસ વાગ્યા બાદ કડક અમલ કરાવવામાં આવશે.

જાહેર સ્થળો, મેદાન, રસ્તા પર ભેગા થઈને પતંગ ચગાવવો નહીં

  • ઉત્તરાયણમાં પોતાના પરિવારના સભ્યો સાથે ઉજવવામાં આવે.
  • કોરોના મહામારીમાં માસ્ક વિના, મકાન, ફ્લેટના ધાબા અગાશી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવા એકત્રિત થઇ શકશે નહીં.
  • આ સિવાય ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
  • નિયમોના ભંગ બદલ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કે અન્ય અધિકૃત વ્યક્તિ જવાબદાર રહેશે
  • ચાઇનીઝ તુક્કલ, સિન્થેટીક કાચ પાયેલાં માંજા, પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ માંજો પ્રતિબંધિત રહેશે.

Other News : આણંદમાં પ્રથમ દિવસે હેલ્‍થ વર્કર અને ૬૦ વર્ષથી ઉંમરની કુલ ૬,૫૨૨ વ્‍યકિતઓએ બુસ્‍ટર ડોઝ મૂકાવ્‍યો

Related posts

આણંદમાં ૨ બાયોડિઝલ પંપ પરથી ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો સીઝ કરી યુનિટ સીલ કરવામાં આવ્યા…

Charotar Sandesh

સારા વરસાદથી ખેડૂતોની આશા જીવંત બની, રાજ્યમાં ૭૫ ટકા વાવણી પૂર્ણ…

Charotar Sandesh

અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખ લોકોએ મુલાકાત કરી…

Charotar Sandesh