Charotar Sandesh
વર્લ્ડ

ICC વર્લ્ડ કપ સુપર લીગમાં ભારતની હાલત ખરાબ, નંબર વન પર બાંગ્લાદેશનો દબદબો

ન્યુ દિલ્હી : બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ૩ વનડે મેચની શ્રેણી પછી આઈસીસી વર્લ્ડ કપ સુપર લીગના પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. શ્રીલંકા સામે શ્રેણી જીતી બાંગ્લાદેશને ફાયદો થયો છે. ૨૦૨૩માં થનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થવાનો રસ્તો બાંગ્લાદેશ માટે ખૂબ જ સરળ થઈ ગયો છે. વર્લ્ડ કપ સુપર લીગમાં બાંગ્લાદેશે અત્યાર સુધીમાં ૯ મેચ રમી છે, જેમાં તેણે ૫ માં જીત મેળવી છે.

બાંગ્લાદેશની ટીમ પાસે અત્યાર સુધી ૫૦ પોઇન્ટ છે અને તે પ્રથમ સ્થાને છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બીજા સ્થાને છે. આ સમયે ઇંગ્લેન્ડના ૪૦ પોઇન્ટ્‌સ છે. ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ સુપર લીગ દરમિયાન અત્યાર સુધી ૯ મેચ રમ્યું છે ૪ મેચમાં વિજય પ્રાપ્ત કરવામાં સફળ રહ્યુ છે. સુપર લીગના પોઇન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ ટોચના ત્રીજા સ્થાન પરછે. પાકિસ્તાન પાસે હાલમાં ૪૦ પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલમાં તે ત્રીજા ક્રમે છે. વર્લ્ડ કપ સુપર લીગમાં, પાકિસ્તાન ક્રિકેટ ટીમે ૬ મેચ રમી છે ૪ મેચ જીત્યા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં પાસે ૪૦ પોઇન્ટ છે જો કે તેનો રન રેટ પાકિસ્તાન કરતા ઓછો છે, જેના કારણે વનડે સુપરલીગના પોઇન્ટ ટેબલમાં કાંગારુની ટીમે ચોથા સ્થાન પર સરી ગયુ છે. ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝના ૩૦-૩૦ પોઇન્ટ છે અને ત્રણેય ટીમો હાલમાં પોઇન્ટ ટેબલમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા પોઇન્ટ પર છે.

ભારતીય ટીમ વનડે સુપરલીગમાં ૬ મેચ રમી છે જેમાંથી ટીમ ઈન્ડિયા ૩ મેચમાં હાર્યું છે. ભારતીય ટીમ વનડે સુપરલીગના પોઇન્ટ ટેબલમાં ૮ મા ક્રમે છે. ભારત પાસે હાલમાં ૨૯ પોઇન્ટ છે. ભારતીય ટીમ વનડે સુપરલીગમાં ધીમી રન રેટ તેમજ ટીમનું પ્રદર્શન ચોક્કસપણે નિરાશાજનક છે.

Related posts

બ્રિટનમાં કોરોના સ્ટ્રેનની દહેશત : દોઢ માસનું લૉકડાઉન જાહેર કરાયું…

Charotar Sandesh

અમેરિકાની સરકાર અને ૪૮ રાજ્યોએ ફેસબુકની વિરુદ્ધ દાખલ કર્યો કેસ…

Charotar Sandesh

નાસાના ત્રણ અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફર્યા

Charotar Sandesh