કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ દિલ ખોલીને કીર્તિદાન ગઢવી પર ઢગલાબંધ નોટોનો વરસાદ કર્યાે
આણંદ : જિલ્લાના વલાસણમાં મેલડી માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા દિન નિમિતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન કીર્તિદાન ગઢવી (kirtidan ghadvi) ના લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગતરાત્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની ઉપસ્થિતિમાં ડાયરાની રમઝટ બોલાવી મોજ કરાવી હતી, લોકોએ પોતાના મોબાઈલ ફોનની ફ્લેસ લાઈટો ચાલુ કરતાં સુંદર દ્રશ્ય સર્જાયું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો યજમાનોએ પ્રસિદ્ધ લોકલાડીલા કલાકાર કિર્તીદાન ગઢવી (kirtidan ghadvi) ઉપર મન મુકીને નોટોનો વરસાદ કર્યાે હતો. એટલા રૂપિયાનો વરસાદ કરાયો કે સ્ટેજ ઉપર નોટોના ઢગલા થઈ ગયા હતા અને નોટો ગણનાર લોકો પણ થાકી ગયેલ હતા.
આ લોકડાયરામાં કિર્તીદાન ગઢવીએ બેટી બચાવો માટે અનેક સુંદર ગીતો રજૂ કરતાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વધુમાં ગુજરાતના ધાર્મિક સ્થળો સહિત વિદેશમાં પણ લોકડાયરાની રમઝટ બોલાવનાર સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી (kirtidan ghadvi) દ્વારા યોજાતા કાર્યક્રમમાં લોકોની ભીડ જામતી હોય છે અને તેમની ઉપર નોટોનો વરસાદ થાય તે સ્વાભાવિક છે.
Other News : ચૂંટણીના પગલે ત્રણેય પક્ષના આ દિગ્ગજાે ગુજરાત આવશે : આગામી ચૂંટણી માટે જાહેર સભાઓ ગજવશે