Charotar Sandesh
ઈન્ડિયા

પીએમ મોદીને હટાવશો તો બીજેપી ગુજરાતમાં હારશે, જુઓ કોણે કરી આ ટિપ્પણી ?

પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતુ તે ઉદ્ધવ ઠાકરેએ યાદ કરતા કહ્યું

મહારાષ્ટ્ર : સત્તાધારી પક્ષ શિવસેના નેતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગણી ઉઠી હતી તે સમયે બીજેપીના દિગ્ગજ નેતા અટલ બિહાર વાજપેયી દેશના પ્રધાનમંત્રી હતા. આ દરમિયાન ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી એક રેલીમાં ભાગ લેવા મુંબઈ આવ્યા હતા અને બાળ ઠાકરે સાથે આ જે માગણી ઉઠી હતી તેના પર ચર્ચા પણ થઈ હતી.

આ સાથે તેમણે કહ્યું કે અમે રેલી બાદ વાતચીત કરી રહ્યા હતા. અડવાણીએ કહ્યું કે બાળાસાહેબ સાથે થોડી ચર્ચા કરવી છે ત્યારબાદ હું અને ભાજપના દિગ્ગજ દિવંગત નેતા પ્રમોદ મહાજન જતા રહ્યા.

અડવાણીએ મોદી વિશે વાત કરી અને બાળાસાહેબને પૂછ્યું કે મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી પર તેઓ શું વિચારે છે. મોદીને તે વખતે પ્રધાનમંત્રી પદનો ચહેરો જાહેર કરાયા નહતા. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ’બાળાસાહેબે કહ્યું કે મોદીને અડશો નહીં. જો મોદીને હટાવશો તો ભાજપ ગુજરાત હારશે અને તેના કારણે હિન્દુત્વને નુકસાન થશે.’ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ એક વ્યક્તિ તરીકે પીએમ મોદીનું સન્માન કરે છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૯માં થયેલી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. પરંતુ પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી પદ માટે તડાતડી થઈ અને પછી તો શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લીધી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે

આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપતા દાવો કર્યો કે તેમના દિવંગત પિતા અને શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેએ ૨૦૦૨ના ગોધરા રમખાણો બાદ જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ ઉઠી હતી તે વખતે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને અડશો નહીં, જો પીએમ મોદી જશે તો ગુજરાત જશે.

Other News : કોરોના વેક્સિન લેવા માટે કોઈને મજબૂર કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Related posts

૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર આપવું એ જ સરકારનો લક્ષ્ય : મોદી

Charotar Sandesh

રસી નહિ શોધાય તો ભારતમાં ૨૦૨૧માં રોજના ૨.૮૭ લાખ કેસ આવશે : રિસર્ચ

Charotar Sandesh

‘તમે અત્યારે ચિદંબરમને હેરાન કરો છો, ક્યારેક તમારો વારો આવશે’ : મનુ અભિષેક સંઘવી

Charotar Sandesh