પંજાબ : પંજાબમાં હવે AAP સરકાર બની છે, ત્યારે ચુંટણી પહેલા કરેલ વાયદાઓ પુરા કરી રહી છે, ત્યારે પંજાબમાં ભગવંત માન સરકારને સત્તામાં આવ્યે એક મહિનો પૂરો થઈ ગયો છે. જેમાં પ્રદેશની આપ સરકારે સામાન્ય જનતાને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે.
હવે એક જુલાઈથી રાજ્યમાં દરેક ઘરને ૩૦૦ યુનિટ સુધી મફત વિજળી આપવાની જાહેરાત
પ્રદેશ સરકારે પોતાના ૩૦ દિવસના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ પણ બહાર પાડ્યું હતું, વધુમાં હાલમાં જ પંજાબ રાજ્યના સીએમ ભગવંત માને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરેલ, યોજાયેલ બેઠકમાં સીએમ કેજરીવાલની પહેલી ગેરંટી હેઠળ ૩૦૦ યુનિટ મફત વિજળી કેવી રીતે અપાશે તે મુદ્દે લાંબી ચર્ચા કરાઈ હતી.
આ મુલાકાત બાદ સીએમ ભગવંત માને જણાવેલ કે જલ્દી પંજાબની જનતાને ખુશીના સમાચાર આપીશ, દરમ્યાન પંજાબમાં નવી આપની સરકાર બન્યા બાદથી વિપક્ષી દળો આરોપો લગાવી રહ્યા છે, જેમાં નવી માન સરકારને હવે દિલ્હીથી નિયંત્રિત કરાઈ રહેલ છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ દાવો કરી રહી છે કે સીએમ કેજરીવાલ પંજાબની સરકારને નિયંત્રિતમાં રાખી રહ્યા છે અને સરકાર સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતી નથી.
Other News : કેરળમાં RSS કાર્યકર્તાની ધોળેદહાડે થયેલ હત્યાથી ભડકી ઉઠી ભાજપા