મહારાષ્ટ્રમાંથી આવકવેરા વિભાગે ૨૨૪ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી
મહારાષ્ટ્ર : આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પુણે અને થાણે સહિત ૨૩ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં ૨૨૪ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ દરોડા પાંચ રાજ્યોમાં ૨૩ થી વધુ સ્થળો પર પડ્યા છે. આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પુણે અને થાણેમાં યુનિકોર્ન સ્ટાર્ટ અપ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. આ પછી, આવકવેરા વિભાગે લગભગ ૨૨૪ કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા રવિવારે (૨૦ માર્ચ) આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ૯ માર્ચે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ૨૩ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે ટેક્સ બોર્ડે રવિવારે આ અંગે નોટિસ જાહેર કરી હતી. આ સ્ટાર્ટ-અપ કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સંબંધિત બિઝનેસ સાથે જોડાયેલી છે. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૬ હજાર કરોડથી વધુ છે. આ કંપનીનો બિઝનેસ સમગ્ર ભારતમાં ફેલાયેલો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને ૨૨ લાખ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ કંપની બોગસ ટ્રેડિંગ પ્રવૃતિઓમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ કંપની વિશે જાણવા મળ્યું છે કે તેણે મોટી માત્રામાં બિનહિસાબી રોકડ ખર્ચ કરીને મિલકતો ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. તેમની સામેના પુરાવાઓને સામે રાખીને ગ્રુપના ડાયરેક્ટરોની સામે તેમની પૂછપરછ કરવામાં આવી છે.
પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો છે કે તેની પાસે ૨૨૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ગ્રુપના ડીરેક્ટર્સને દંડ સાથે બાકી વેરો ચૂકવવાની ઓફર કરી છે.
Other News : ન્યુ દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ