Charotar Sandesh
ઈન્ડિયા

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે : નવી ટેબ શરૂ કરાઈ

ઈન્કમટેક્સ વિભાગ

વેપારી સપ્લાયરનો પાન નંબર ઓનલાઇન ચેક કરી શકશે

તાજેતરમાં ઇન્કટેક્સ દ્વારા તાજેતરમાં Pan card એક્ટિવ છે કે નહીં તે તપાસવા માટેની ટેબ શરૂ કરવામાં આવી છે. જેમાં કરદાતા પોતાના Pan કાર્ડને Aaddhar કાર્ડ સાથે લીંક થયા છે કે નહીં તેની તપાસ કરી શકશે. આમ વેપારી સપ્લાયર દ્વારા આપવામાં આવેલા પાન કાર્ડને ઓનલાઇન ખરાઇ કરી શકશે.

Pan કાર્ડ અને Aadhar કાર્ડને લીંક કરવાની મુદત તા. 30 જૂન 2023 છેલ્લી હતી, આ મુદત પહેલા જે.લોકો લીંક ન કરી શકયા. તેઓના પાન કાર્ડ ઈનએક્ટિવ થઇ ગયા છે. તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓનલાઇન પાન કાર્ડ એક્ટિવ છે કે ઈન એક્ટિવ છે તે માટે ઓનલાઇન ટેબ શરૂ કરવામાં આવી છે.

કોઇ પણ વ્યક્તિ Pan card નંબર દ્વારા તપાસ કરી શકશે. જે લોકોના પાન કાર્ડ લીંક નથી થયા તેમના વ્યવહારો બંધ કરી દેવામાં આવશે. આમ ઘણા બધા કારણોસર લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરી શકાય નથી. જેને લઇને નજીકના ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવી પડી.

ઓનલાઈન Income tax ની વેબ સાઇટ પર પાન વેરીફીકેશનમાં જઇને https://eportal. incometax.gov.in/iec foservices/x/pre-|ogin/ verifyYourPAN લીંક પર પાન નંબર એક્ટિવ છે કે ઇન એક્ટિવ છે તે જોઇ શકાય છે. વેપારી પણ સપ્લાયર દ્વારા આપવામાં આવેલો પાન નંબર વેલીડ છે કે નહીં તે ઓનલાઇન ચેક કરી શકો.

Other News : આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ જુઓ કેટલો વરસાદ નોંધાયો ?

Related posts

૧૭૯ દેશોમાં કોરોના વાયરસનો પગપેસારોઃ મૃત્યુઆંક ૧૦,૦૦૦ને પાર…

Charotar Sandesh

ચૂંટણી સમયે દિગ્વિજયસિંહને ભગવાન રામ યાદ આવે છેઃ ભાજપ દિગ્વિજયસિંહ રામ મંદિર જમીન પાછી આપવા માટે આશ્વાસન આપતા ભાજપ ભડક્યું

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૧૧ લાખ કેસ, ૨.૮૩ લાખ સાજા થયા…

Charotar Sandesh