Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો : એસટીના ડ્રાઇવરને ચાલુ બસે આવ્યો હાર્ટ અટેક, બસ ખાડામાં ઉતરી ગઇ, જુઓ વિગત

હાર્ટ એટેક (heart attack)

રાજ્યમાં ઘણા શહેરોમાં હાર્ટ એટેક (heart attack)ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ સૌ કોઈ અલગ અલગ કારણો જણાવી રહ્યા છે, ત્યારે ગતરોજ સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક (heart attack) આવતા બસ ખાડામાં ઉતરી જતાં પેસેન્જરોના જીવ તાળવે ચોટ્યા હતા, આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

આ બનાવમાં એસટી બસના ડ્રાઈવરને તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયા હતા, પાટણ લુણાવાડા રૂટની બસમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક (heart attack) આવતા બસ બેકાબૂ બનેલ અને બસ ખાડામાં ઉતરી ગઇ હતી

જો કે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયેલ.બીજી તરફ ગતરોજ રાજ્યમાં સુરત અને પાટણ બાદ અંકલેશ્વરમાં પણ હૃદય બંધ થતાં ત્રણ વ્યક્તિએ જિંદગી ગુમાવી છે, અંકલેશ્વરમાં ૧૦ વર્ષીય બાળકીનું હાર્ટ એટેક (heart attack)થી મોત થયું છે, જેને લઈ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

Other News : આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

Related posts

રાજ્ય મહિલા મંત્રી વિભાવરીબેન દવે થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

સુપ્રસિદ્ધ અનસૂયા માતાની તપોભૂમિ વિકાસથી વંચિત ! દર્શનાર્થીઓમાં રોષની લાગણી

Charotar Sandesh