ન્યુ દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને ગુરૂવારે એક રાહતભર્યા સમાચાર આપ્યા છે. તેમના કહેવા પ્રમાણે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનો અંતિમ તબક્કાનો ડેટા સારો છે. આ કારણે વેક્સિન કોવેક્સિનને વુની મંજૂરી મળે તેવી શક્યતામાં ખૂબ વધારો થયો છે.
વેક્સિનની સમગ્ર પ્રભાવકારિતા અનેક વેરિએન્ટ વિરૂદ્ધ પ્રભાવી છે
તેમણે જણાવ્યું કે, વેક્સિનની સમગ્ર પ્રભાવકારિતા અનેક વેરિએન્ટ વિરૂદ્ધ પ્રભાવી છે. જોકે ડેલ્ટા વેરિએન્ટ સામે તેની પ્રભાવશીલતા આશા કરતા ઓછી છે પરંતુ તેમ છતાં સારી કહી શકાય તેવી છે. વધુમાં વેક્સિન કોવેક્સિનની સુરક્ષા પ્રોફાઈલ વુના ધોરણો પૂરા કરે છે તેમ પણ જણાવ્યું હતું.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સ્વામીનાથનના કહેવા પ્રમાણે તેઓ એ બધી વેક્સિન પર આકરી નજર રાખી રહ્યા છે જેને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કરવામાં આવી છે. તેઓ મહત્તમ ડેટા એકત્રિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સ્વામીનાથને કહ્યું કે, અમેરિકાને છોડીને દુનિયાના મોટા ભાગના હિસ્સામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે અને મૃતકોની સંખ્યામાં કોઈ ઘટાડો નથી આવ્યો. સ્વામીનાથને ભારતમાં ઓછામાં ઓછી ૬૦-૭૦ ટકા વસ્તીને પ્રાથમિક વેક્સિનેશનનું સૂચન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે, ભારત બ્રિટન જેવા દેશો પાસેથી શીખી શકે છે જે બુસ્ટર શોટ્સની યોજના બનાવી રહ્યા છે. જોકે વુ આટલી જલ્દી બુસ્ટર ડોઝની ભલામણ નહીં કરે.
Other News : દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી : વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી પર સ્વૈચ્છિક રોક લગાવી