મુંબઈ : કોરોના તેમજ ન્યુમોનિયાની સારવાર માટે લતા મંગેશકરજીને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. બ્રિચકેન્ડી હોસ્પિટલ અને લતા મંગેશકરના ઘરની બહાર સિક્યોરિટી વધારવામાં આવી છે.
આજે સુર સામ્રજ્ઞી લતા મંગેશકર કોરોના સામે હારી ગયાં. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
૮ જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા
લતાજીને કોરોનાની સાથે સાથે ન્યૂમોનિયા પણ હતો. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ડૉ. પ્રતીત સમધાનીની દેખરેખમાં ડૉક્ટર્સની ટીમ તેમની સારવાર કરતી હતી. ૯૨ વર્ષીય લતા મંગેશકર ક્રિટિકલ હોવાના સમાચાર મળતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તથા મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અસલમ શેખ લતાદીદીની ખબર પૂછવા માટે બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચી ગયા હતા.
ભારતની કોકીલકંઠી ગાયિકા તથા ભારતરત્ન લતા મંગેશકરનું સ્વાસ્થ્ય ફરી લથડતા તેઓને બ્રીચકેન્ડી હોસ્પીટલમાં વેન્ટીલેટર પર ખસેડાયા છે. લતાજીને ગત માસે કોવિડનું સંક્રમણ લાગતા તેઓને સારવાર માટે બ્રીચકેન્ડી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા જયાં તેઓને સતત વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી.
Other News : મુંબઈમાં એક પિતાએ પુત્રીનું મોત વેક્સિનને કારણે થયું કરી ૧ હજાર કરોડ વસૂલવા બોમ્બે હાઈકોર્ટે ચઢ્યા