દુબઈ : આ વર્ષે IPL દુબઈ, શારજાહ, અબુ ધાબી એમ યુએઈ માં યોજાવાનું છે ત્યારે ટુર્નામેન્ટ શરૂ થાય તે પૂર્વે ચેન્નઇ સુપર કિંગ્સ ની ટીમમાં કોરોના ની એન્ટ્રી થઈ છે. અનિવાર્ય ટેસ્ટ કરાતા ૧૨ સપોર્ટ સ્ટાફ અને એક બોલર નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે સમગ્ર ટીમ હાલ કવોરંટાઇન થઈ ગયેલ છે. કોણ ખેલાડી અને સપોર્ટ સ્ટાફ ને કોરોના વળગ્યો છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. તમામ ની તબીયત હાલ સ્થિર છે અને હોટેલમાં સારવાર લેશે.